ભારત અને પાકિસ્તાન મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNHRC)ના 42માં સત્રમાં આમને-સામને છે. પાકિસ્તાને અહીં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. અહીં જેનેવામાં પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ સ્વીકાર્યું છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનો હિસ્સો છે.
પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ માંગણી કરી છે કે, યુએનએ જમ્મુ-કાશ્મીરમાં ભારતની કાર્યવાહીની તપાસ કરવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું છે કે, ભારત દુનિયાને એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, કાશ્મીરમાં જીવન સામાન્ય સ્તર પર આવી ગયું છે. જો આવું થયું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા, સંસ્થાઓ અને એનજીઓને ભારત તેમના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કેમ નથી જવા દેતા? તેમને કેમ સત્ય વાત જણાવવામાં આવતી નથી. કારણકે તે લોકો જુઠ્ઠુ બોલી રહ્યા છે. એક વાર કર્ફ્યુ પૂરો થશે તો દુનિયાને હકીકત ખબર પડશે.
બીજી બાજુ ભારત પણ બલુચિસ્તાનમાં માનવઅધિકારોના ઉલ્લંઘન વિશે મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા અને વિદેશ મંત્રાલયમાં પૂર્વ સચિવ વિજય ઠાકુર સિંહ કરી રહ્યા છે.
કાર્યકર્તાઓએ જેનેવામાં પાકિસ્તાન વિરુદ્ધ પોસ્ટર્સ લગાવ્યા
જેનેવામાં યુએન ઓફિસ બહાર બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં માનવધિકારનું ઉલ્લંઘન દર્શાવતા પોસ્ટર્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા છે. બલૂચ માનવધિકાર પરિષદે આ મુદ્દે આતંરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરવા માટે બલૂચિસ્તાન રાજ્યમાં રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓ, મુશ્કેલીઓ અને અપહરણ મુદ્દાને જાહેર કરતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.
નેતાઓની અટકાયત કરવી ગંભીર મુદ્દો: બેસ્લેટ
મિશેલ બેસ્લેટે કહ્યું હતું કે, કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આ ગંભીર મુદ્દો છે. તે ભારત સરકાર અને પાકિસ્તાનને અરજી કરે છે કે, તેઓ લોકોના માનવધિકારનું સન્માન કરે. બેસ્લેટે કહ્યું, ભારતમાંથી કર્ફ્યુ અને બંધમાં ઢીલ આપવી જોઈએ અને લોકોને મૂળભૂત સામાન ઉપલબ્ધ કરાવવો જોઈએ. નજરબંધ કરવામાં આવેલા નેતાઓને તેમના અધિકાર મળવા જોઈએ. કાશ્મીરમાં લોકોને તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. મને નિયંત્રણ રેખાની બંને બાજુથી માનવધિકાર ઉલ્લંઘનના રિપોર્ટ મળતા રહ્યા છે.
47 દેશ માનવધિકાર પરિષદના સભ્ય
સંયુક્ત રાષ્ટ્રના માનવધિકાર પરિષદના 47 દેશો સભ્ય છે. તેમાં ભારત, પાકિસ્તાન સાથે ચીન પણ સામેલ છે. પાકિસ્તાનના માનવધિકાર હનનનો પ્રસ્તાવ ખતમ કરવા માટે ભારતને મહત્તમ દેશોના સમર્થનની જરૂર હશે. જોકે કેન્દ્ર સરકારે જ્યારથી જમ્મુ-કાશ્મીર અનુચ્છેદ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાન આ મુદ્દાને ઘણાં આંતરરાષ્ટ્રીય મંચ પર લાવતુ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનને ક્યાંય સફળતા નથી મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.