શિમલા(Shimla): હિમાચલ (Himachal)નો વધુ એક યુવક ઓનલાઈન ફેન્ટસી ગેમ(Online fantasy game) દ્વારા રાતોરાત કરોડપતિ બની ગયો છે. માહિતી મળી આવી છે કે, શિમલા જિલ્લાના ચોપાલ(Chopal) વિસ્તારના એક યુવકે ઓનલાઈન ફેન્ટસી ગેમ એપ(Online Fantasy Game App) ડ્રીમ 11(Dream 11) પર એક કરોડ 17 લાખ 50 હજાર રૂપિયા જીત્યા છે.
આઈપીએલમાં ડ્રીમ 11 પર બનાવી ટીમ
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકનું નામ રમેશ ચંદ છે અને તે ચૌપાલ વિધાનસભા ક્ષેત્રના કુપવી તાલુકાની ધાર-ચંદના પંચાયતનો રહેવાસી છે. મંગળવારે સાંજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL મેચ દરમિયાન તેણે ડ્રીમ 11 પર 49 રૂપિયાની ટીમ બનાવી હતી, જેમાં તેને એક કરોડથી વધુનો જેકપોટ મળ્યો છે.
મિત્રોએ ફોન કરીને કહ્યું કે તે કરોડપતિ બની ગયો છે:
યુવકને એક કરોડનો જેકપોટ મળતાની સાથે જ બધાએ ડ્રીમ ઈલેવન પર રમેશ ચંદના નામની ટીમ બનાવનાર યુવકને શોધવાનું શરૂ કર્યું. મોડી રાત્રે મેચ ખતમ થયા બાદ જ્યારે રમેશને તેના મિત્રોનો ફોન આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની ટીમે ડ્રીમ ઈલેવનમાં પ્રથમ રેન્ક મેળવીને એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
ડ્રીમ 11 પર અત્યાર સુધીમાં 500 રૂપિયા ગુમાવ્યા છે:
રમેશ સિરમૌરના પાઓંટા સાહિબમાં એક ફાર્મા કંપનીમાં કામ કરે છે. રમેશે જણાવ્યું કે તે લગભગ ચાર વર્ષથી ડ્રીમ 11 પર ટીમ બનાવી રહ્યો છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 500 રૂપિયા ગુમાવ્યા છે. જ્યારે મોટાભાગની મેચોમાં તેની એન્ટ્રી પરત કરવામાં આવી હતી.
ટેક્સ બાદ 83 લાખ રૂપિયા બેંકમાં આવ્યા:
રમેશે જણાવ્યું કે ટેક્સ બાદ કર્યા બાદ તેના બેંક ખાતામાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. અત્યારે તેણે વિચાર્યું નથી કે તે આ પૈસાનું શું કરશે. તે કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ડ્રીમ 11 પર આટલી મોટી રકમ કમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.