ગુજરાત(Gujarat): દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) 3 જૂને ગુજરાત આવી રહ્યા છે અને વડોદરા(Vadodara)માં શિક્ષકો અને આચાર્યો સાથે વાતચીત કરવાના છે. બરોડા(Baroda)માં ‘એજ્યુકેશન ટાઉન હોલ’ના નામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષ સિસોદિયા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા(Gujarat education system)ની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
શિક્ષણ વ્યવસ્થા ન સુધારવામાં રસ ન દાખવ્યાનો લાગ્યો આરોપ:
મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું છે કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાં પણ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ ખરાબ હાલતમાં છે. ભાજપે ક્યારેય પણ શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં રસ દાખવ્યો નથી અને તેથી જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં 6 હજારથી વધુ સરકારી સ્કૂલ બંધ કરીને ખાનગી સ્કૂલોને સોંપાયાનો આક્ષેપ:
મનીષ સિસોદિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં 6000થી વધુ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે અથવા તેને ખાનગી શાળાઓને સોંપી દેવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં ગરીબ અને પછાત લોકોના બાળકોને શિક્ષણ મળતું નથી છે. આજે ગુજરાતમાં આવી ઘણી શાળાઓ છે જ્યાં કાં તો શિક્ષક નથી અથવા તો એક જ શિક્ષક આખી શાળાને જ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં શાળાના મકાનની જાળવણી સારી રીતે કરવામાં આવતી નથી અને ઘણી જગ્યાએ જીવલેણ મકાનની અંદર જ શાળાઓ ચલાવવામાં આવે છે. જેથી વિધાર્થીઓના જીવ પર મોતનું સંકટ તોળાય રહ્યું હોય તેવું લાગે છે.
દિલ્હીની સ્કૂલોમાં આધુનિક વ્યવસ્થાઓ અને સુવિધાઓ:
અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારમાં દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા દ્વારા દિલ્હીની સરકારી શાળાઓમાં ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે. આજે વાત કરવામાં આવે તો દિલ્હીની સરકારી શાળાઓમાં AC, સ્વિમિંગ પૂલ, અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ, અત્યાધુનિક લેબોરેટરી જેવી અનેક સુવિધાઓ વિધાર્થીઓ માટે ઉપલબ્ધ છે. જેના દ્વારા દિલ્હીની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાનું શિક્ષણ પણ મેળવી શકે.
દિલ્હી સરકારી સ્કૂલોનું 99 ટકા પરિણામ:
મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીની સરકારી સ્કુલોમાં આજે 99 % પરિણામ આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીની સરકારમાં જ આ શક્ય બન્યું છે. કારણ કે દેશમાં કોઈપણ પાર્ટી દ્વારા શિક્ષણને મહત્વ આપવામાં આવતું નથી, પરંતુ આમ આદમી પાર્ટી બજેટનો મોટો હિસ્સો શિક્ષણ માટે ફાળવી રહી છે. જેને કારણે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે.
મનીષ સિસોદિયા દ્વારા અગાઉ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વિધાનસભાની સરકારી શાળાઓની મુલાકાત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતના લોકો એ જોયું હતું કે, શિક્ષણમંત્રીની વિધાનસભામાં જ અત્યંત ખરાબ હાલતમાં સરકારી શાળાઓ ચાલી રહી છે. ગુજરાત સરકારની નબળી શિક્ષણ વ્યવસ્થા હવે કોઈનાથી છુપાયેલી નથી. આજે ગુજરાતમાં શિક્ષકોનું પણ મોટા પાયે શોષણ થતું હોય તેવું લાગી રહ્યું છે. જો શિક્ષકોનું જ શોષણ થશે તો તે શિક્ષકો બાળકોને ભવિષ્ય ઉજ્જવળ કેવી રીતે બનાવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.