સુરતના રાંદેરમાં હોટલમાં કામ કરતા કારીગરે જ બનાવ્યો લૂંટનો પ્લાન, અમદાવાદથી લૂંટારૂઓ બોલાવી…

સુરત (Surat)માં દિવસેને દિવસે ક્રાઈમ વધતા જાય છે. એવામાં વધુ એક સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રાંદેર(Rander) ઉગત કેનાલ રોડ(Ugat Canal Road) પર અમદાવાદી તવાફ્રાય (Ahmedabadi Tawafry)ના માલિક અને કારીગરોની આખમાં રાત્રીના સમયે મરચાની ભૂકી નાખી રોકડ અને પર્સની લૂંટ કરતી ટોળકીના 2 રીઢા લૂંટારૂઓને ક્રાઇમબ્રાંચે(Crime Branch) રાંદેર ઊગત બોટનીકલ ગાર્ડન પાસેથી પકડી પાડયા છે. પકડાયેલામાં એક આરોપી અમદાવાદી તવાફ્રાયમાં નોકરી કરતો હતો અને તેણે જ લૂંટારૂઓને કાઉન્ટરમાં લાખોની રકમ રહેતી હોવાની માહિતી આપી હતી.

જાણવા મળ્યું છે કે, લૂંટ કરવા માટે 2 લૂંટારૂઓને અમદાવાદથી બોલાવવામાં આવ્યા હતા. ગાલીબઆલમ તૈયબઆલમ શેખ(21)(રહે,સૈયદપુરા,ચોકબજાર) અને ઉમર અબ્દુલ વારીસઆલમ શેખ (22)(રહે,મોરાભાગળ,રાંદેર) ની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી 14 હજારની રોકડ તેમજ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ-5 અને પાનકાર્ડ કબજે કર્યા હતા. હજુ 2 આરોપીઓ ફરાર છે. જેને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે તવાફ્રાયના માલિક નોમાન જમીલ શેખ પાસે કાઉન્ટર પર લાખોની રકમ રહેતી હોવાની વાત ઉમર અબ્દુલે ગાલીબઆલમને કરી હતી. જેથી ગાલીબઆલમે લૂંટ કરવા માટે સ્પેશીયલ અમદાવાદથી તેના બે લૂંટારૂઓને ખુશબર આલમ શેખ અને રાજુ આલમને 22મી તારીખે બોલાવ્યા હતા. આ પછી તે વિસ્તારની રેકી કરી હતી.

ત્યારપછી 23મી તારીખે કારીગરો અને માલિક દુકાનમાં સૂતા હતા તે વખતે શટલ ખોલી અંદર આવી કારીગરોની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. પછી કાઉન્ટર પરથી 45 હજારની રોકડ અને માલિકનું પર્સ તફડાવી ગયા હતા. હાલમાં ક્રાઇમબ્રાંચે 14 હજાર રિકવરી કર્યા છે બાકીની રકમ અમદાવાદના બે રીઢા લૂંટારૂઓ લઈને ચાલી ગયા હતા. હાલ પોલીસે તેમને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *