ડાંગ(Dang): સાપુતારા(Saputara) દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન(Hillstation) છે, જે આશરે 1,000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. તેમાં પણ અત્યારે સાપુતારામાં ખુબ જ આહ્લાદક વાતાવરણ(Pleasant atmosphere) સર્જાયું છે, જેના કારણે ગિરિમથક સાપુતારા ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. ત્યારે મોટાભાગની હોટલો પર હાઉસફૂલના પાટિયા લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેથી રાજ્યના અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના કારણે દિવસભર વાદળછાયા માહોલ વચ્ચે ઠંડા પવનો અને આહલાદક માહોલ સર્જાતા વેકેશન માણવા આવેલ સહેલાણીઓમાં આનંદ ફેલાયો છે. તેમજ આ વાતાવરણની મજા માણવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.
પ્રવાસીઓની જામી ભીડ:
સાપુતારા ખાતે દિવસભર નૌકાવિહાર, રોઝ ગાર્ડન, રોપવે, લેક ગાર્ડન, ટેબલ પોઇન્ટ સહિત એડવેન્ચર એક્ટિવિટીમાં લોકોની ભારે ભીડ જામી હતી. સાથોસાથ હેંડીક્રાફ્ટ મેળામાં અવનવી હસ્તકલાની ચીજ વસ્તુઓ ખરીદવા ગ્રાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ બાળકોને વેકેશનનો સમયગાળો પૂરો થતો હોવાને કારણે પ્રવાસીઓની ભીડ વધી છે. જેના કારણે સાપુતારામાં હોટલો સહિત નાના ધંધાર્થીઓએ ઘણો સારો એવો નફો મેળવ્યો છે.
15 જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી થવાના એંધાણ:
કાળઝાળ ગરમી બાદ હવે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં છેલ્લા ત્રણ દિવસથી નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણનો માહોલ સર્જાયો છે. કેરળમાં સમય કરતા વહેલું નૈઋત્ય ચોમાસું પહોંચી ગયું છે. જે ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે.
આ સિવાય ગુજરાતમાં પણ જો કોઇ વિધ્ન ન નડે તો રાજ્યમાં પણ 15 જૂનની આસપાસ વરસાદની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. નૈઋત્ય પવનની અસરને કારણે જ હવામાં ભેજ વધી રહ્યો છે. જેથી અસહ્ય બફારો વર્તાઇ રહ્યો છે. નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ સમય કરતા થોડું વહેલું ચોમાસું આવી પહોંચે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ સર્જાઇ છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.