ભાવનગર(Bhavnagar): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. એવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર ભાવનગરમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, શહેરના નવા બંદર રોડ પાસે આ અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ચારેયના મૃતદેહ કારમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વાસ્તવમાં, ભાવનગર શહેરની નજીક આવેલા નવા બંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કાર અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોચી હતી.
જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો કરચલીયા પરા વિસ્તારના રહેવાસી છે. ઘટનાને કારણે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાંથી મૃતદેહ કાઢવા પણ મુશ્કેલ હતા. જે બાદમાં મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા હતા. કારણ કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા નીકળી ગયા હતા. કારને એટલું નુકસાન થયું હતું કે, તેમાં સવાર લોકો અંદર જ ફસાયા હતા. તમામ મૃતદેહોને બહાર કાઢવા માટે કારની છતને તોડવી પડી હતી. જે બાદમાં તમામ મૃતદેહ બહાર કઢાયા હતા. અકસ્માતમાં ટ્રકને પણ આગળના ભાગમાં થોડું નુકસાન થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.