કિશન ભરવાડ હત્યાકાંડની ગરમાગરમીમાં રાજભા ગઢવીની એન્ટ્રી- વિધર્મીઓએ દેશમાં બોમ્બ…

ગુજરાત(Gujarat): ધંધુકા(Dhandhuka) કિશન ભરવાડ(Kishan Bharvad) કેસની તપાસ પુરજોશમાં ચાલી રહી છે. એટીએસ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે તેને દિલ્હીથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી(Rajbha Gadhvi)એ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે.

રાજભા ગઢવીએ ઘટનાને વખોડી કાઢી:
વિડીયો પોસ્ટ કરતાં રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, તમામ હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઈએ અને હિંસક પ્રવૃત્તિઓ કરનારા તત્વોને રોકવા મુસ્લિમ નેતાઓને પણ અપીલ કરી હતી.

તમામ હિંદુઓને એક થઈને રજૂઆત કરવા અપીલ:
રાજભા ગઢવીએ વધુમાં કહ્યું કે, કિશન ભરવાડે પોસ્ટ મુકવા માટે માફી માંગી હોવા છતાં તેમની હત્યા ખરેખર નિંદનીય છે. તેમણે એવી પણ માગણી કરી હતી બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ તેવી પણ માગણી ઉચ્ચારવામાં આવી હતી.

‘કિશન હમ શર્મિંદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈ’ કિશન ભરવાડના સમર્થનમાં લાગ્યા નારા:
ધંધુકાના કિશન ભરવાડની હત્યાના બનાવે જોર પકડ્યું છે. આજે રાજ્યભરના માલધારી સમાજે દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. અમદાવાદમાં પણ માલધારી સમાજે કિશન ભરવાડની હત્યાના કાવતરામાં સંડોવાયેલા તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની સાથે સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી પાસે માંગણી કરી છે.

અમદાવાદ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીની બહાર સમાજના લોકોએ ‘કિશન હમ શર્મિદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈ, જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. રોષે ભરાયેલા માલધારી સમાજના લોકોએ કિશન ભરવાડ હત્યા કેસની તપાસ કરીને ગુનેગારોને ફાંસી અપાવવા કલેકટરને અરજી કરી હતી. સમાજના લોકોએ આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ પણ કરી હતી.

માલધારી સમાજના આગેવાન કિરણ માલધારીએ જણાવ્યું હતું કે, કિશન ભરવાડની હત્યા થઈ હતી, પરંતુ પોલીસે પણ શરૂઆતમાં યોગ્ય તપાસ કરી ન હતી. જો હિન્દુત્વવાદી અને હિન્દુત્વ તરફી સરકાર હિન્દુઓના નામે મત માંગે છે, તો કિશન ભરવાડની હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે. હિન્દુત્વના રાજમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. જો સરકાર ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો એન્કાઉન્ટર થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *