વધતી મોંઘવારી(Inflation) વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર મફત(3 gas cylinder free)માં આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો, જેના પછી હવે લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. નોંધનીય છે કે, ગોવા સરકારે કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા, ભાજપ(BJP) દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં વચન મુજબ રાજ્યના દરેક પરિવારને 3 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી હતી. સીએમ પ્રમોદ સાવંતે(CM Pramod Sawant) કેબિનેટ બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.
સોમવારે સાંજે એક ટ્વીટમાં આના સમાચાર આપતા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, કેબિનેટે ભાજપના મેનિફેસ્ટોમાં આપેલા વચન મુજબ નવા નાણાકીય વર્ષથી 3 સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો પાર્ટી એટલે કે ભાજપ સત્તામાં આવે છે, તો રાજ્યમાં દરેક પરિવારને વાર્ષિક ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.
ત્યારપછી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, વર્તમાન કાર્યકાળ દરમિયાન આયર્ન ઓરનું ખાણકામ ફરી શરૂ કરવું અને રોજગાર સર્જન તેમની પ્રાથમિકતાઓ છે. જ્યારે તેમના વિરોધીઓએ તેમને “આકસ્મિક મુખ્યમંત્રી” તરીકે વર્ણવ્યા, ત્યારે સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે, તેઓ પસંદ થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.