પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની આર્થિક હાલત કઈ રીતે સુધરી શકે તે અંગે પોતાના મંતવ્ય આપ્યા હતા. મનમોહન સિંહે કહ્યું હતું કે મોદી સરકારને એક નહીં પણ બે વખત પૂર્ણ બહુમત મળ્યો છે. હું જ્યારે નાણામંત્રી હતો ત્યારે એટલો મોટો જનાદેશ નહોતો મળ્યો. તેમ છતાં અમે 1991ના સંકટ અને 2008માં વૈશ્વિક આર્થિક સંકટને સફળતાપૂર્વ પસાર કર્યું હતું. હવે દેશ એક લાંબી આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યો છે , જે સ્ટ્રક્ચરલ અને સાઈક્લિક બંને છે. સૌપ્રથમ તો સ્વીકાર કરવો જોઈએ કે આપણે સંકટનો સામનો કરી રહ્યા છીએ.
સરકારે નિષ્ણાતો અને સ્ટેકહોલ્ડર્સની વાતને ખુલ્લા મગજથી સાંભળવી જોઈએ, પરંતુ દુર્ભાગ્યથી મને મોદી સરકારની કોઈ ફોક્સ્ડ એપ્રોચ જોવા નથી મળી. મોદી સરકારે હેડલાઈન મેનેજમેન્ટની આદતમાંથી બહાર આવવાની જરૂર છે. પહેલા જ ઘણો સમય બરબાદ થઇ ચુક્યો છે. હવે સેક્ટર મુજબ જાહેરાત કરવાને સ્થાને સાંગર આર્થિક માળખાને એક્સ આઠે આગળ વધારવા પર કામ કરવું જોઈએ. મનમોહન સિંહે તેનું સમાધાન પણ જબાવ્યું હતું.
થોડા સમય માટે ટેક્સનું નુકશાન સહન કરીને જીએસટીને તર્ક સંગત કરવો જોઈએ
ગ્રામીણ જરૂરિયાત વધારવા અને કૃષિને પુનઃજીવિત કરવા માટે નવી રીતો શોધવી પડશે.
કોંગ્રેસના ઘોષણા પત્રમાં નક્કર વિકલ્પ છે, જેમાં કૃષિ બજારોને નિઃશુલ્ક કરીને લોકો પાસે નાણાં આવી શકે છે.
મૂડી નિર્માણ માટે દેવાની અછત પુરી કરવી પડશે. ફક્ત સાર્વજનિક બેંકો જ નહીં પરંતુ એનબીએફસી સાથે પણ છેતરપિંડી થાય છે.
કપડાં, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને અફોર્ડેબલ આવાસ જેવા રોજગાર પેદા કરનારા મુખ્ય ક્ષેત્રોને પુનઃજીવિત કરવા પડશે. આ માટે MSMEને આસાન લોન આપવી પડશે.
અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોર દરમિયાન નવા ખુલી રહેલ નિકાસ બજારને ઓળખવું પડશે. મનમોહનસિંહે કહ્યું કે યાદ રાખવું જોઈએ કે સાઈક્લિક અને સ્ટ્રક્ચરલ બંને સમસ્યાઓનું સમાધાન જરૂરી છે ત્યારે જ આપણે 3-4 વર્ષમાં ઉચ્ચ વિકાસ દરને મેળવી શકીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.