અહિયાં આજે પણ થાય છે ‘બેબી ફાર્મિંગ’ -નાની ઉંમરે છોકરીઓનું અપહરણ કરી જાનવરોની જેમ પેદા કરાવે છે બાળકો

પૈસા માટે માણસ ગમે તે હદ સુધી જઈ શકે છે. લોભમાં વ્યક્તિ એવાં કાર્યો કરે છે, જેના વિશે વિચારીને પણ મન બગડી જાય છે. અત્યાર…

પૈસા માટે માણસ ગમે તે હદ સુધી જઈ શકે છે. લોભમાં વ્યક્તિ એવાં કાર્યો કરે છે, જેના વિશે વિચારીને પણ મન બગડી જાય છે. અત્યાર સુધી પૈસા માટે મર્ડરથી લઈને કિડનેપિંગ જેવા કિસ્કસાઓ આવતા હતા. પરંતુ શું તમે ક્યારેય બેબી ફાર્મિંગનું નામ સાંભળ્યું છે? હા, જે રીતે મરઘાં ઉછેર કરવામાં આવે છે, જેમાં પ્રાણીઓ, ખાસ કરીને ઘેટાં અને મરઘીઓને ઉછેરવામાં આવે છે, તે હવે બેબી ફાર્મિંગ જેવું છે. આમાં ફરક એટલો જ છે કે તેમાં પ્રાણીઓને બદલે માણસ ના બાળકોનો વેપાર થાય છે.

બેબી ફાર્મિંગનો આ ખ્યાલ ઘણો જૂનો છે. પહેલાના જમાનામાં શ્રીમંત બ્રિટિશરો ગરીબ છોકરીઓને પ્રેગનેન્ટ કરીને બાળકો રાખી લેતા હતા. પરંતુ હવે તે ધંધાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. ખાસ કરીને આવા કિસ્સાઓ નાઈજીરિયામાં ખૂબ જોવા મળવા લાગ્યા છે. હા, છોકરીઓના પીરિયડ્સ શરૂ થતાં જ તેમનું અપહરણ કરવામાં આવે છે. આ પછી, તેઓ બળજબરીથી ગર્ભવતી કરાવીને, બાળકોને જન્મ આપ્યા પછી તેમને વેચી દેવામાં આવે છે. આવું ખાસ કરીને 13 થી 18 વર્ષની છોકરીઓ સાથે થાય છે.

ટોળકીની નજર સર્વત્ર છે
નાઈજીરિયામાં બેબી ફાર્મિંગ માટે એક મોટી ગેંગ સક્રિય છે. આ લોકો દરેક રીતે પોતાની નજર સ્થિર રાખે છે. કોઈ પણ છોકરીના પીરિયડના સમાચાર મળતાં જ તેઓ ગીધની જેમ તેની પાછળ જાય છે. ખાસ કરીને તેરથી અઢાર વર્ષની વચ્ચેની છોકરીઓ તેનો મુખ્ય ભોગ બને છે. જ્યારે તેઓ ઘરની બહાર એકલા જોવા મળે છે, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવે છે અને પછી તેમને ગર્ભવતી બનાવવામાં આવે છે.

પુરૂષ બાળક 1 લાખમાં વેચે છે
આ બાળ ઉછેરના મૂળ ખૂબ ઊંડા છે. આ ગેંગ આ માટે ખૂબ જ મજબૂત નેટવર્ક બનાવી ને રાખે છે. અપહરણ કરાયેલી છોકરીઓને ગર્ભવતી કરવામાં આવે છે અને તેમને અલગ રાખવામાં આવે છે. આ પછી, તેમના બાળકોના જન્મની સાથે જ, જે શ્રીમંત યુગલો, જેમને સંતાન નથી, તેમને વેચવામાં આવે છે. જ્યારે તે છોકરો હોય છે ત્યારે તેની કિંમત એક લાખ સુધી પહોંચી જાય છે. જ્યારે છોકરીઓ વીસથી પચાસ હજાર વચ્ચે વેચાય છે. જો છોકરીઓ ખરીદવામાં આવતી નથી, તો ગેંગ તેમના યુવાન થયા સુધી રાહ જુએ છે, જેથી તેના દ્બારા પણ બાળકો પેદા કર્યા પછી તેમને વેચી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *