મહારાષ્ટ્ર(Maharashtra): બીજેપી(BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ કાલે શપથ લેશે, પરંતુ હવે આજે જ સાંજે સાત વાગ્યે મુખ્યમંત્રીના શપથ ગર્હન કરશે.
ગઈકાલે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અગાઉ એવા સમાચાર હતા કે, ફડણવીસ 1 જુલાઈના રોજ CM તરીકે શપથ લેશે. તેમણે એકનાથ શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી. પરંતુ હવે આજે સાંજે સાત વાગે ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.
હાલમાં, ફડણવીસ એકનાથ શિંદે સાથે રાજ્યપાલ પાસે પહોંચ્યા છે. તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવાના છે અને કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાના છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ ભાજપની અઢી વર્ષની રાહ આખરે પૂરી થઈ છે.
હવે રાજ્યપાલે નિર્ણય લીધો છે કે, વિધાનસભાની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્લોર ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર અને પછી ઉદ્ધવના રાજીનામા બાદ ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ છે. દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓએ કહ્યું કે, આખરે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચેનું કૃત્રિમ જોડાણ તૂટી ગયું. રાજ્યમાં લોકમત પહેલાથી જ ભાજપ સરકાર બનાવવાની તરફેણમાં હતો. આખરે જનતાની જ જીત થાય છે.
હાલમાં, ફડણવીસ એકનાથ શિંદે સાથે રાજ્યપાલ પાસે પહોંચ્યા છે. તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવાના છે અને કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાના છે. શિંગે જૂથના નેતા દીપક કેસરકરે રાજ્યમાં શરૂ થનારી નવી રાજકીય સફર અંગે જણાવતા કહ્યું હતું કે, શિવસેના એક છે પરંતુ વિધાનસભામાં શિવસેનાના બે જૂથ છે અને આજે પણ વિધાનમંડળના નેતા એકનાથ શિંદે છે. તેમણે કહ્યું કે અમે કોઈની પીઠમાં છરો માર્યો નથી, સંજય રાઉતના આવા નિવેદનો માત્ર લોકોમાં રોષ ફેલાવવા માટે છે.
જોકે, ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ તેમના સમર્થકોમાં નારાજગી છે, પરંતુ રસ્તા પર બહુ પ્રદર્શન જોવા મળ્યું નથી. ગઈકાલે તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ તમામ શિવસૈનિકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી, જે લોકો મુંબઈ આવવા માગે છે તેમને આવવા દો, તેઓ તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે પછી લોકોની વચ્ચે જઈને અમારી જગ્યા બનાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.