જનેતાએ જ નવ વર્ષની બાળકીને બહેરમીથી માર્યો ઢોર માર- દીકરીએ રડતા રડતા લગાવી મદદની પુકાર

નોઈડાની(Noida) એક 9 વર્ષની બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકી પોતાની જાતને માતાથી બચાવવા માટે આજીજી કરી રહી છે. બાળકી રડતી-રડતી કહી રહી છે કે તેની માતા તેને બેરહેમીથી મારે છે. આ વિડીયોમાં બાળકીના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, પોલીસે હાલ બાળકીને ચાઈલ્ડ કેરને સોંપી દીધી છે.

નોઈડાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માતાએ પોતાની 9 વર્ષની દીકરી સાથે એવી ક્રૂરતા કરી, જેને જોઈને આત્મા કંપી જશે. પીડિત છોકરીએ જણાવ્યું કે માતાએ નિર્દયતાથી તેને વાયર અને ચીપીયા વડે મારી હતી. બાળકીના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. રડતી બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની માતાને પોતાને બચાવવા માટે આજીજી કરી રહી છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. મામલો નોઈડાના સેક્ટર 113 પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે પીડિતાની માતાને પોલીસ સ્ટેશન બોલાવી, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે તેની બાળકી બીમાર હતી અને ફોડલા અને પિમ્પલ્સને કારણે તેના શરીર પર આ નિશાનો હતા. હાલ પોલીસે બાળકીને બાળ સંભાળને સોંપી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિત યુવતી તેની માતા સાથે સુપરટેક કેપટાઉન સોસાયટીમાં રહે છે. મહિલા કંપનીના સેલ્સ વિભાગમાં કામ કરે છે. મહિલા પહેલેથી જ તેના પતિથી છૂટાછેડા લઈ ચૂકી છે અને સિંગલ પેરેન્ટ છે. એકલી હોવાથી તેણે વૃંદાવન મથુરાની બાળકીને દત્તક લીધી હતી. બાળકનું મેડિકલ ચાઈલ્ડ કેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *