સુરત(Surat): ચોમાસા (Monsoon)ની જબરદસ્ત શરૂવાત થઈ ચુકી છે. ત્યારે એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જયારે બીજી તરફ વરસાદને કારણે અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ચોમાસામાં અકસ્માત (Accident)ની સંખ્યાઓ પણ વધતી જણાતી હોય છે. આ સિવાય ખાડામાં ખાબકવું, ગાડીઓ ફસાઈ જવી વગેરે જેવી અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ઠેર ઠેર વરસાદને કારણે દરેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે કામરેજમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. એવામાં કામરેજના આંબોલી વિસ્તારમાં એક 70 વર્ષીય વૃદ્ધા 20 ફૂટ ઊંડા ખાડકૂવામાં પડી હતી. આ પછી તાત્કાલિક પણે સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેથી સુરત ફાયર વિભાગ દ્વારા દિલડધડક રેસ્ક્યુ હાથ ધરાયો હતો. તેમજ વૃદ્ધાને બહાર કાઢવામાં આવી હતી.
સુરત: કામરેજમાં એક 70 વર્ષય વૃદ્ધા 20 ફૂટ ઊંડા ખાડામાં પડી, રેસ્ક્યુ હાથ ધરી તેને બહાર કાઢવામાં આવ્યા#સુરત #Surat #ગુજરાત #Gujarat #કામરેજ #Kamarej #રેસ્ક્યુ #Rescue #trishulnews pic.twitter.com/iVqwBSBvWa
— Trishul News (@TrishulNews) July 2, 2022
70 વર્ષીય વૃદ્ધાને સુરત ફાયર વિભાગ દ્વારા દિલડધડક રેસ્ક્યુ હાથ ધરી તાત્કાલિક પણે બહાર કાઢવામાં આવી હતી. તેમ છતાં પણ વૃદ્ધાને સામાન્ય ઈજાઓ પહોચી હોવાને કારણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.