સુરત(Surat): શહેરમાં હવે લૂંટારો દ્વારા એક અલગ જ નુસખો અપનાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે હવે લૂંટારુઓ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓના કપડા પહેરીને લૂંટ કરવા આવ્યા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ(Video viral) થતા સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. વિડીયોમાં મહિલાનું ગળું દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય તે પ્રકારે દેખાય આવતા અત્યંત ગંભીર મામલો બન્યો છે.
શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલા સી.કે વિલા બંગ્લોઝમાં રહેતા અને ખેડૂતનો વ્યવસાય કરતાં તેજસ પટેલ ના ઘરે બુધવારના રોજ સવારે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા. આ ત્રણ શખ્સો દ્વારા પોતે મહાનગરપાલિકાના કર્મચારી હોય તે પ્રકારની ઓળખ આપી હતી અને આવેલા ત્રણ શખ્સોનો યુનિફોર્મ પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ પહેરે તે પ્રકારનો હોવાને કારણે દંપતીએ કર્મચારીઓને ઘરમાં આવવા દીધા હતા.
આ ખેડૂતની હાજરીમાં આ ત્રણેય શખ્સો ટેરેસ ઉપર પાણી ભરાયું છે કે નહિ તે જોઇ આવ્યા હતા અને કામ પૂરું થયાનું જણાવી જતાં રહ્યા હતા. થોડાક સમય પછી તેજસ પટેલ પણ કામ અર્થે ઘરેથી બહાર ગયા. તેની પાંચ સાત મિનિટમાં મનપાના સ્વાંગમાં આવેલા ત્રણેય કર્મચારીઓ પરત હતા અને આ આવ્યા જિજ્ઞાશાબેનને ગાર્ડન જોવાનું રહી ગયું તેમ કહી પરત અંદર આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, જિજ્ઞાશાબેન હોલના દરવાજા પાસે ઊભા હતા. એક શખ્સ ગાર્ડનમાં ગયો હતો. બીજો પાર્કિંગના ગેટ પાસે ઊભો રહ્યો હતો જ્યારે ત્રીજા શખ્સ પાછળથી આવી મોઢું દબાવવાની કોશિશ કરી હતી.
ઝપાઝપી સાથે જિજ્ઞાશાબેન નીચે પડી ગઇ ત્યારે પકડાઇ જવાના ડરથી હુમલાખોરે ગળું દબાવવાની કોશિશ કરી હતી. જિજ્ઞાશાબેને બેભાન થવાનું નાટક કરતાં લૂંટારુએ પકડ ઢીલી કરી બીજા સાગરીત પાસે ગયો તે સાથે જ આ મહિલા ઊભી થઇને ઘરમાં દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મનપામાંથી કોઇ કર્મચારી નહિ મોકલાયું હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.