શહેરમાં વરસાદ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અને તાવ, ઝાડા, ઉલ્ટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળા સહિતના વાયરલ ચેપના કેસોમાં વધારો જોવા મળ્યો છે. રોગચાળાને કારણે સિવિલ અને સ્મીમેરમાં ઓપીડી અને ઇનપેશન્ટ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 11 દિવસમાં જ સિવિલમાં તાવના 25 કેસ, ઝાડા-ઉલ્ટીના 12 કેસ, મેલેરિયાના 9 કેસ, ડેન્ગ્યુના 4 અને કમળાના 7 કેસ નોંધાયા છે. સિવિલ સ્મીમેરની સાથે ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
વાયરલ તાવના દર્દીઓમાં વધારો
સિવિલના મેડિસિન વિભાગના વડા એ જણાવ્યું કે, “વરસાદને કારણે OPDમાં દર્દીઓ ઓછા છે, પરંતુ વરસાદ બંધ થતાં જ મચ્છરજન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થશે.”
સુરતના પાંડેસરામાં ઝાડા-ઉલ્ટીથી બાળકીનું મોત
પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા પંકજભાઈ કુસ્વાહા પાણીપુરીની લારી ચલાવે છે. તેમની બે વર્ષની પુત્રી અંશિકાને રવિવારે બપોરે ઝાડા-ઉલ્ટી થવા લાગી હતી. જેના કારણે પંકજભાઈ મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી અંશિકાને પીવડાવી હતી. જોકે, દવા આપ્યા પછી પણ અંશિકાને સારું ન લાગ્યું અને તેની તબિયત વધુ લથડી. જેથી પંકજભાઈ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તબીબે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.