મધ્યપ્રદેશના મંદસોર (Mandsor, Madhya Pradesh) માં હેવાન સાવકી માતાનો વીડિયો સામે આવતા લોકોમાં હડકંપ મચ્યો છે, જેમાં તેણી 7 વર્ષની બાળકીને ઢોરની જેમ માર મારતી જોવા મળે છે. સાવકી માતા સાત વર્ષની માસુમ બાળકીને લાત-ઘુસા મારી રહી છે, જેનો પાડોશમાં રહેતા યુવક દ્વારા વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. વિડીયો ઉતારી લોકો તેના ઘરે પહોચ્યા હતા અને બાળકીને હેવાન માતાથી બચાવી, મહિલાને પોલીસને સોપી દીધી હતી.
હેવાન બની સાવકી માતા- સાત વર્ષની બાળકી પર કર્યો લાત-ઘુસાનો વરસાદ – વિડીયો જોઇને લોહી ઉકળવા લાગશે#મધ્યપ્રદેશ #Madhya_Pradesh #મંદસોર #Mandsor #માતા #બાળકી #Mother #Baby #trishulnews pic.twitter.com/Lp2x650FwD
— Trishul News (@TrishulNews) July 13, 2022
પૂછપરછ દરમિયાન બાળકીએ જણાવ્યું કે, તેની સાવકી મા ઘરના તમામ કામ જેમ કે કપડાં ધોવા, ઝાડુ મારવા અને વાસણ ધોવાનું કામ કરાવતી હતી. બેરહેમ માતાએ તેણીને પૂરતું ખાવાનું પણ નહોતું આપ્યું. બાળકી છેલ્લા બે વર્ષથી તેની સાવકી માતા દ્વારા ત્રાસ સહન કરતી હતી. બાળકીને બચાવીને તેના ઘરે મોકલી દેવામાં આવી હતી. બાળ કલ્યાણ સમિતિએ પોલીસને દોષી માતા સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કમિટીના પ્રમુખ શંકર ડોડિયાએ જણાવ્યું કે આ ઘટના મંદસૌરના પિપલિયા મંડીના ગુડભેલી ગામની છે, જ્યાં તેની સાવકી માતા સંગીતા સાત વર્ષની બાળકી સાથે બળજબરી કરીને હેવાનિયત આચરી રહી હતી. ડોડિયાનું કહેવું છે કે પરિવાર બાળકીને દત્તક લેવા અંગે તપાસ કરી રહ્યો છે. માતા તેને ખરાબ રીતે માર મારતી હતી. ગામલોકોએ તેનો વીડિયો બનાવ્યા બાદ પોલીસને જાણ કરી, ત્યાર પછી પોલીસે બાળકીને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધી હતી. બાળ કલ્યાણ સમિતિએ હેવન સાવકી માતા સામે કાર્યવાહી કરવા માટે લેખિત અરજી પણ કરી છે.
પીડિત બાળકીને લઈને ચોકી પર પહોંચેલા રાજ નાગડાએ જણાવતા કહ્યું કે, બાળકી પર થયેલા ક્રૂર હુમલાનો વીડિયો ગામના જ કમલેશ જૈને બનાવ્યો હતો. તેણે આ વીડિયો ગામના સોશિયલ મીડિયા ગ્રુપ પર પોસ્ટ કર્યો હતો. બાળકી પર હુમલો કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેની જ સાવકી માતા છે. આટલું જ નહિ એ પણ જાણવા મળ્યું છે કે, છેલ્લા બે વર્ષથી બાળકીને હેરાન કરતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.