ઘણી વાર શિક્ષકો (Teachers)ની હેવાનિયત સામે આવતી હોય છે. એવા વિડીઓ પણ વાયરલ થતા હોય છે, જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવતો હોય છે. હાલ આવી જ શિક્ષણને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ધ્રાંગધ્રા(Dhrangadhra) તાલુકાના મોટી માલવણ ગામની શાળામાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હોવાથી શાળા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હાથ અને ફૂટપટ્ટી દ્વારા નીર્દઈતાથી માર મારવામાં આવ્યો હતો.
માર મારવાને કારણે વિદ્યાર્થીના પીઠના ભાગે લાલ ચાભા સાથે ઈજા પણ થઈ હતી. શિક્ષકના મારને લઈને વિદ્યાર્થી હેબતાઇ ગયો હતો. ત્યારે પરિવારજનોને અન્ય વિદ્યાર્થી દ્વારા વાત કરતા મોટી માલવણ પ્રાથમિક શાળાના શિક્ષક સામે ભારે રોષ ભભૂકી ઊઠયો હતો. અને વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
બનાવને લઈને શિક્ષક સામે ભારે રોષ:
શિક્ષક દ્વારા વિદ્યાર્થીને આટલો બધો માર મારતા તે હેબતાઇ ગયો હતો. અને સ્કુલ છુટ્યા બાદ દક્ષગીરી ઘરે આવી સુનમુન ડરેલો લાગતા તેના પિતા દ્વારા અન્ય વિદ્યાર્થીને પુછતાં તેઓએ સ્કુલના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા દક્ષગીરી ગોસ્વામીને માર માર્યો હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં દક્ષગીરીના શરીર પર તપાસ કરતા વાહાના ભાગે લાલસોર પડી ગયા હતા.
મારને લઈને દક્ષગીરીના પિતા અને અન્ય લોકો પ્રાથમીક શાળાએ જતા શિક્ષક કાર લઈને નીકળતા હતા. ત્યારે શિક્ષક સાથે બોલાચાલી થતા શિક્ષક કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને શિક્ષક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે, આ બનાવથી મારો દીકરો ડરી ગયો છે. તેથી આવા નિર્દય શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી અન્ય વિદ્યાર્થી બચી જાય.
બનાવ બન્યો છે, તપાસ અને રિપોર્ટ કરી કડક પગલા લેવાશે:
આ અંગે ધ્રાંગધ્રા તાલુક પ્રાથમીક શિક્ષક અધીકારી ગીરીશભાઇ ગઢવીએ જણાવ્યું છે કે, તપાસ કરી રીપોર્ટ કરીને કડકમા કડક પગલા લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.