ઉત્તર પ્રદેશની મથુરા (Mathura, Uttar Pradesh) જિલ્લા જેલમાં રહેતા મુસ્લિમ કેદીઓ ભગવાન કૃષ્ણ (Lord Krishna) ના વસ્ત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. માહિતી અનુસાર, આ કેદીઓને લગભગ 300 નંગના ઓર્ડર મળ્યા છે. તેમાંથી મોટાભાગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તેમના આ કામની પ્રશંસા પણ થઈ રહી છે. ખાસ વાત એ છે કે ભગવાન કૃષ્ણના આ વાઘામાં દેખાતી ડિઝાઈન મુસ્લિમ કેદીઓ દ્વારા બનાવવામાં આવી છે. જો કે એવું નથી કે તમામ કામ મુસ્લિમ કેદીઓ કરે છે. હિંદુ કેદીઓ પણ તેમને વાઘા બનાવવામાં સહયોગ આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, મથુરાના જેલ સુપ્રિટેન્ડેન્ટ બ્રિજેશ કુમારે જણાવ્યું છે કે, એકમાત્ર મથુરા જેલમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ માટે લડ્ડુ ગોપાલ ડ્રેસ અને કાંથી માળાનો હાર બનાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ‘એક જિલ્લા એક ઉત્પાદન’ યોજના હેઠળ તેની પસંદગી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ ડ્રેસ બનાવવાનું કામ હત્યાના દોષિત 30 વર્ષીય મોહમ્મદ ઇર્શાદના નેતૃત્વમાં કરવામાં આવે છે. તેની ટીમના અન્ય બે સભ્યો 42 વર્ષીય સેજી અને 28 વર્ષીય તસનીમ છે. જો કે આ ત્રણેય હત્યાના કેસમાં આરોપીઓ હોવા છતાં આ કામ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. આ ત્રણેય મુસ્લિમ વ્યક્તિ અને અન્ય બે હિન્દુ દરજીઓની મદદથી ડ્રેસ તૈયાર કરે છે.
જણાવી દઈએ કે, કૃષ્ણ નગરી મથુરામાં નાના લાડુ ગોપાલથી લઈને ભગવાનની મોટી મૂર્તિઓ સુધીના વસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે. અહીંનો ડ્રેસ બૃજના પ્રખ્યાત બાંકે બિહારી ભગવાન સુધી પણ પહોંચ્યો છે. આ જ કારણ છે કે અહીંની જેલમાં ખાલી બેઠેલા કેદીઓ પાસેથી આવા વસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં આ કારણે આ કેદીઓ હાલના દિવસોમાં ચર્ચામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.