કોણ છે અર્પિતા મુખર્જી? જેના ઘરમાંથી ED ને મળ્યા કરોડો રૂપિયાના ઢગલે-ઢગલા

પશ્ચિમ બંગાળ(West Bengal)માં શિક્ષણ ભરતી કૌભાંડ(Education recruitment scam)ની તપાસ કરતા, EDએ લગભગ 26 કલાકના દરોડા પછી મમતા સરકારમાં તત્કાલીન શિક્ષણ પ્રધાન અને હાલમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજી(Partha Chatterjee)ની ધરપકડ કરી છે અને તેમની સહાયક અર્પિતા મુખર્જી(Arpita Mukherjee)ને પણ કસ્ટડીમાં લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.

શુક્રવારે EDએ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. EDને અર્પિતા વિરુદ્ધ કેટલાક મજબૂત પુરાવા મળ્યા હતા, ત્યારબાદ તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ યાદીમાં માણિક ભટ્ટાચાર્ય, આલોક કુમાર સરકાર, કલ્યાણ મોય ગાંગુલી જેવા નામો પણ સામેલ છે. બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં આ તમામનું કનેક્શન સામે આવ્યું હતું.

પાર્થ ચેટરજીના કાર્યકાળ દરમિયાન થયું હતું કૌભાંડ:
મમતા સરકારમાં જ્યારે કથિત કૌભાંડ બહાર આવ્યું ત્યારે ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પાર્થ ચેટર્જી રાજ્યના શિક્ષણ પ્રધાન હતા. સીબીઆઈએ તેમની બે વખત પૂછપરછ કરી છે. પહેલી પૂછપરછ 25 એપ્રિલે થઈ હતી જ્યારે બીજી વાર 18 મેના રોજ થઈ હતી. સીબીઆઈએ પશ્ચિમ બંગાળના શિક્ષણ રાજ્ય મંત્રી અધિકારીની પણ પૂછપરછ કરી છે.

શિક્ષણ મંત્રી બંગાળ સરકારમાં અધિકારી છે:
જણાવી દઈએ કે, પરેશ ચંદ્ર અધિકારી હાલમાં બંગાળ સરકારમાં શિક્ષણ રાજ્ય મંત્રી છે. એવો આક્ષેપ છે કે, મંત્રી પરેશ અધિકારીએ તેમના પ્રભાવ હેઠળ પુત્રી અંકિતા અધિકારીનું નામ મેરીટ ટેબલમાં ન આવતા તેને SSCમાં શિક્ષકની નોકરી અપાવી હતી. જોકે, બાદમાં કોલકાતા હાઈકોર્ટે અંકિતા અધિકારીને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. તેણે જે પગાર લીધો છે તે પરત જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

શું છે શિક્ષણ ભરતી કૌભાંડ?
શાળા સેવા આયોગે વર્ષ 2016માં રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ શિક્ષક અને અન્ય જગ્યાઓ પર નિમણૂકો માટે પરીક્ષા યોજી હતી. તેનું પરિણામ 27 નવેમ્બર 2017 ના રોજ આવ્યું. ટોચના 20 ઉમેદવારોમાં સિલિગુડીની બબીતા ​​સરકારનું નામ સામેલ હતું, પરંતુ પંચે તે યાદી રદ કરી દીધી હતી. બાદમાં જે લિસ્ટ બહાર આવ્યું તેમાં બબીતાનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, પરંતુ તેના કરતા 16 માર્ક્સ ઓછા હોવા છતાં મંત્રીની પુત્રી અંકિતાનું નામ ટોપ પર આવ્યું.

કોર્ટે કમિટીની રચના કરી હતી:
કોર્ટે અગાઉ કથિત કૌભાંડની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી, જેણે તેના અહેવાલમાં કૌભાંડમાં સામેલ તત્કાલિન અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી:
આ સમિતિને ગ્રુપ-ડી અને ગ્રુપ-સીની જગ્યાઓ પર નિમણૂંકમાં અનિયમિતતા મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રુપ-સી અને ગ્રુપ-ડીમાં 609 નિમણૂકો ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે. તેમાં રાજ્ય શાળા સેવા આયોગના ચાર ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓ અને પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના તત્કાલીન અધ્યક્ષ કલ્યાણમય ગાંગુલી સામે ફોજદારી કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. સમિતિની ભલામણો સ્વીકાર્યા બાદ કોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *