ફરી એકવાર આ તારીખે ગુજરાત આવશે કેજરીવાલ – જનતાને આપશે વધુ એક ગેરંટી!

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ ભાજપ(BJP)ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ફ્રી વીજળી સહિતના વચનો આપ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત તેવો આગામી ઓગષ્ટ મહિનામાં પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપી શકે છે.

ગુજરાતને વધુ એક ગેરંટી આપશે કેજરીવાલ:
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આગામી 1 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ સોમનાથની મુલાકાત લેશે અને જયા અરવિંદ કેજરીવાલ દાદા સોમનાથના પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લેશે. ત્યાર પછી સોમનાથમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને સંબોધશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે.

કેજરીવાલે ફ્રી વીજળીની કરી હતી જાહેરાત:
અરવિંદ કેજરીવાલે કહ્યું, હું ગુજરાતમાં પ્રથમ ગેરંટી તરીકે મફત વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું, ભાજપે કહ્યું હતું કે, 15 લાખ આપશે. પછી કહ્યું કે તે ચૂંટણીનો ખેલ છે. તેઓ કહે છે, પરંતુ અમે ગેરંટી આપીએ છીએ. જો અમે કામ નહીં કરીએ, તો આગલી વખતે મત આપશો નહીં.

કેજરીવાલે કહ્યું, અમે દિલ્હી અને પંજાબમાં વીજળીને લઈને ત્રણ કામ કર્યા. ગુજરાતમાં પણ આવું જ કરશે. કેજરીવાલે કહ્યું હતું કે,  સરકાર બન્યાના ત્રણ મહિના પછી દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે અને 24 કલાક વીજળી મળશે અને મફતમાં વીજળી મળશે. પાવર કટ થશે નહીં. 31 ડિસેમ્બર, 2021 સુધીના જૂના ઘરેલું બિલ માફ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *