સુરત(Surat): શહેરના કાપોદ્રા(Kapodra) વિસ્તારની પરિણીતાનું સરથાણા(Sarthana)ની આનંદ હોસ્પિટલ(Anand Hospital)માં એપેન્ડિક્સના ઓપરેશન(APPENDIX OPERATION) બાદ મોત નીપજતા પરિવાર દ્વારા ડોક્ટરો સહિતના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા પેનલ પીએમની માંગ કરતા પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. મૃત્યુના 30 કલાક થયા તેમ છતાં પણ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો.
જણાવી દઈએ કે, પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડી રાખી હતી. મૂળ ભાવનગર-પાલીતાણા તાલુકાના વતની અને કાપોદ્રા વિસ્તારમાં આવેલ મંગલદીપ અપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફિસ ચલાવી રહ્યા છે. તેમની પત્ની પ્રિયંકા (25)ને એપેન્ડિક્સની તકલીફ હોવાને કારણે સરથાણાની ખાનગી હોસ્પિટલમાં 25મીએ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તબિયત લથડવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.
પહેલા ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 30 મિનિટમાં ભાનમાં આવી જશે પરંતુ ભાનમાં આવવાની જગ્યાએ આખરે તેનું મૃત્યુ થયું હતું. મૃતકના પતિ વિવેકે જણાવતા કહ્યું કે, ઓપરેશન બાદ સ્ટાફ દ્વારા 30 મિનિટમાં તે ભાનમાં આવી જશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટાફ દ્વારા 1 કલાક પછી ભાનમાં આવી જશે તેવું કહેવામાં આવ્યું હતું અને ત્રીજીવાર ઉદ્ધાતાઈભર્યું વર્તન કરીને 3 કલાકમાં પણ ભાનમાં આવી શકે તેવું કહેવામાં આવ્યું હતું.
જાણ કરવા છતાં પણ ડોક્ટર દ્વારા પ્રિયંકાને જોવામાં આવી ન હતી. ડૉક્ટર પાસે 2 વાર ગયા પછી પણ વિવેક અને તેમના કાકાને પ્રિયંકાનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું કહી દેવામાં આવ્યું હતું. પરિવારનું માનવું છે કે, પ્રિયંકાનું મોત વધારે પડતું ક્લોરોફોર્મ સુંઘાડવાથી થયું છે. પોલીસ દ્વારા પેનલ પીએમ કરાવી FSL સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.