ઓડિશા (Odisha)ના રાઉરકેલા(Rourkela) શહેરમાં શુક્રવારે એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જ્યાં પરિણીત યુવકનો મૃતદેહ તેની પ્રેમિકાના ઘરની સામે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની પત્ની આ ઘટનાને હત્યા(Murder) ગણાવી રહી છે. રાઉરકેલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટના રાઉરકેલા શહેરના સેક્ટર-15 સ્થિત શિવાજી નગરની છે. મૃતકની ઓળખ સોનુ તરીકે થઈ છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે સ્થાનિક લોકોએ સોનુ બદિકનો મૃતદેહ ઝાડ પર લટકતો જોયો હતો. જે બાદ આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું જણાય છે. પરણિત સોનુએ તેની ગર્લફ્રેન્ડને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હોય તેવું લાગે છે અને ઇનકાર સાંભળીને તેણે તેના ઘરની સામે ઝાડ પર ફાંસી લગાવી દીધી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
જોકે, સોનુ બારિકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિની હત્યા કરવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે, તેના પતિના એક મહિલા સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે કોઈએ તેની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી હતી અને આ ઘટનાને આપઘાત સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક પોલીસે કહ્યું કે, આ મામલાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુનું સાચું કારણ તપાસ બાદ જ ખબર પડશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવકે અગાઉ તેની ગર્લફ્રેન્ડ સાથે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ આપઘાત હોવાનું જણાયું છે. જો કે આ અંગે તપાસ ચાલી રહી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.