સુરતમાં મોટર વ્હીકલ એક્ટનો કડકાઈથી અમલમાં લોકોમાં ભારે રોષ છે તો આ નિયમોની કડકાઈ સુરતમાં દોડતી સીટી અને બી.આર.ટી.એસ. બસને ફાયદામાં રહી છે. પોલીસ દ્વારા કડકાઈથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું શરૃ કરતાં દિવસ દરમિયાન સુરતની સીટી બસમાં 32 હજાર મુસાફરોમાં વધારો થવા સાથે અઢી લાખની આવકમાં પણ વધારો થયો છે.
સુરત મ્યુનિ.ની સીટી અને બી.આર.ટી.એસ. બસમાં રાત્રીના 8-30 વાગ્યા સુધીમાં સુરતની સીટી બસમાં 1.15 લાખ મુસાફર જ્યારે બી.આર.ટી.એસ. બસમાં 93 હજાર મુસાફર આવતાં હતા. સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૃ કરવા સાથે દંડની રકમમાં ધરખમ વધારો કર્યો છે અને તેનો કડકાઈથી અમલ થશે તેવી જાહેરાત કરી છે. આ નિયમના અમલનું પાલન થાય તેના પહેલાં જ દિવસે સોશ્યલ મિડિયમાં દંડની રકમની સ્લીપ ફરતી થઈ ગઈ હતી.
જેના કારણે હેલ્મેટ, પીયુસી, ઈન્સ્યુરન્સ જેવા ડોક્યુમેન્ટ ન હોવાથી લોકોએ દંડથી બચવા માટે સુરતમાં દોડતી સીટી બસનો સહારો લીધો હતો. જેના કારણે આજે 8-30 વાગ્યા સુધીમાં સીટી બસમાં 1.28 લાખ મુસાફર જ્યારે બી.આર.ટી.એસ. બસમાં 1.18 લાખ મુસાફર મળીને 2.41 લાખ મુસાફર થઈ ગયાં હતા.
મોટર વ્હીકલ એક્ટના કડક અમલના કારણે સુરતમાં દોડતી બસ સેવામાં એક જ દિવસમાં 32 હજાર મુસાફરો વધવાની સાથે જ આવકમાં પણ અંદાજે અઢી લાખ રૃપિયા જેટલો વધારો થયો છે. દંડથી ગભરાયેલા લોકા જેટલા દિવસ વાહન મુકીને સીટી અને બી.આર.ટી.એસ. બસનો ઉપયોગ કરશે તેટલા દિવસ બસના મુસાફરોની સંખ્યા સાથે આવકમાં પણ વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.