નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો આ કાર્યક્રમ રૂપાણી સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો વાંચો અહીં

ગુજરાતમાં હાલમાં શાળાઓની ફી અથવા તો શિક્ષણની પરિસ્થિતિઓને લઈને વારંવાર રૂપાણી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક જાહેરાત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ પર રોક લગાવી દેતી જાહેરાત કરી છે. આમ રૂપાણી સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને 16 વર્ષ બાદ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હાલમાં ચાલુ વર્ષ માટે જ રહેશે આગળ જતા નિર્ણય બદલાય પણ શકે છે.

આ પહેલા સરકાર દ્વારા ગઈ 13 14 અને 15 જુનના રોજ ગુજરાતની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત પર આવેલા વાયુ વાવાઝોડાના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. અને સૌરાષ્ટ્રની ઘણા જિલ્લાઓ ની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને શાળા પ્રવેશોત્સવ વાયુ વાવાઝોડાના સંકટ ગયા બાદ યોજવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં સરકારનું વહીવટીતંત્ર સત્ર ની તૈયારી માટે લાગ્યું હોવાને કારણે પ્રવેશોત્સવ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે તેવું શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું હતું.

આ પહેલા ૯ જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ કરી દીધો હતો. પરંતુ વાયુના ખતરાને જોઈને તમામ શાળાઓમાં આ પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ચુડાસમા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવે સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ વર્ષે બોર્ડના પરિણામોમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા માં વધારો થયો હતો. જે જોતા હાલમાં રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે તે નિષ્ફળ ગયા તેમ કહેવું અતિશયોક્તિ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: