ભારતમાં દિવસે ને દિવસે આપઘાતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. હાલ આવો જ એક આપઘાતનો ચોકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. આ ઘટના રાજસ્થાન(Rajasthan)ના પાળીમાં બનેલી છે. એક પુત્રએ પોતાની મૃત માતાના વિરહમાં આપઘાત કરી લીધો હતો. એક વર્ષ પેહલા કેન્સરને કારણે તેની માતાના મૃત્યુને 19 વર્ષીય યશ હજી સુધી ભૂલી શક્યો નથી. પરિવાર કોલ્હાપુર (Kolhapur) છોડીને પાલી (Pali) આવી ગયો પરંતુ યશના મનમાંથી માતાની યાદો એમની એમ જ રહી હતી. માતાના મૃત્યુથી ડિપ્રેશન(Depression)માં આવેલા યશે આખરે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. એકમાત્ર પુત્રની ફાંસીથી સમગ્ર પરિવાર શોકમાં છે.
વાસ્તવમાં, પાલીના કેશવ નગર સેન્ચ્યુરી ગાર્ડન પાસે રહેતા રાજેન્દ્ર સુથારના 19 વર્ષના પુત્ર યશ ઉર્ફે પિન્ટુ સુથારે શનિવારે સાંજે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે સમયે તેની મોટી બહેન રિંકુ ઘરમાં હોલમાં ટીવી જોઈ રહી હતી. ઘણા સમય પછી પણ યશ રૂમમાંથી બહાર ન આવ્યો એટલે તેને શંકા ગઈ. તેને અંદર જઈને જોયું તો યશ પંખાથી લટકતો હતો. આ જોઈને તેના હોશ ઉડી ગયા હતા. તેને તરત જ પપ્પા અને કાકાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
યશે બે લીટીની સુસાઈડ નોટ છોડી હતી:
યશે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે ‘મિસ યુ મમ્મી’ અને બીજી લાઇનમાં મારી બચતના પૈસા મોટી બહેન રિંકુને રક્ષાબંધનની ભેટમાં આપવાના છે. મારા મૃત્યુ માટે હું પોતે જ જવાબદાર છું.
પરિવાર એક વર્ષ પહેલા કોલ્હાપુર છોડીને પાલી આવ્યો હતો:
મૃતક યશના મામા ભરત જાંગીડે જણાવ્યું કે, આખો પરિવાર પહેલા કોલ્હાપુરમાં રહેતો હતો. ત્યાં તેનો સાળો રાજેન્દ્ર સુથાર ફર્નિચરનું કામ કરતો હતો પરંતુ મારી બહેન પ્રમિલાનું કેન્સરથી મે 2021માં અવસાન થયું હતું. આ પહેલા તેણે ઘણી સારવાર કરાવી હતી. તે તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. તેની માતાના મૃત્યુ પછી તે ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો, જેથી પરિવારને સંભાળી શકે તે માટે તે લોકો કોલ્હાપુર છોડીને લગભગ એક વર્ષ પહેલા પાલી આવી ગયા હતા, જેથી યશ તેની માતાની યાદને ભૂલી શકે. અહીં તેણે કેશવ નગર સેન્ચ્યુરી ગાર્ડન પાસે એક ઘર પણ ખરીદ્યું હતું. જેનું રજીસ્ટ્રેશન સોમવારે થવાનું હતું. તે પેહલા જ યશે ફાંસી લગાવી લીધી હતી.
ઇન્સ્ટાગ્રામ પર લખ્યું:
ઇન્સ્ટાગ્રામ પર યશની ટેગ લાઇન છે ‘મમ્મી તારા વગર હું અધુરો છુ’ આ શબ્દો તેની નિરાશા બતાવવા માટે પૂરતા હતા કે તે હજી તેની માતાની યાદને ભૂલી શક્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.