સરથાણા પોલીસ સ્ટેશનના PI ની દાદાગીરી તો જુઓ… વિડિયો જોઇને શોલે ફિલ્મનો ગબ્બર યાદ આવી જશે

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. હાલમાં દાદાગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સરથાણા પોલીસ સ્ટેશન(Sarthana…

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. હાલમાં દાદાગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સરથાણા પોલીસ સ્ટેશન(Sarthana Police Station)ના PI એમ. કે. ગુર્જર(M.K. Gurjar) વ્રજ ચોક(Vraj Chowk) પાસે આવેલ રાજ ઈમ્પીરીયામાં ધંધો કરી રહેલા લોકો પર રૌફ જડતા હોય તે વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.

પીડિત વ્યક્તિએ આક્ષેપો કરતા કહ્યું છે કે, અમે મિસ્ટર પી.પાન પાર્લરના નામે પાનને લગતી વસ્તુઓ એગ બીઝનેસ અને મિસ્ટર પી. ફૂડના નામે ખાણી પીણીની વસ્તુ વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. વધુમાં જણાવતા કહ્યું છે કે, PI એમ. કે. ગુર્જર દ્વારા અમને લોકોને ઢોર માર મારવામાં આવ્યો હતો અને માં બેન સામે ગાળો ભાંડવામાં આવી હતી. સાથે જ અમારા ધંધાકીય વસ્તુઓને ગેરકાયદેસર રીતે લુટી ગયા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, અન્ય એક વિકલાંગ વ્યક્તિને બીભત્સ અને ગંદી ગાળો ભાંડવામાં આવી હતી અને તેની શારીરિક હાલત ઉપર આમ તેમ બોલ્યા હતા. સાથે તેને લાત મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી તેવા આક્ષેપ પીડિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે.

વધુમાં આક્ષેપો કરતા કહ્યું હતું કે, ત્યારબાદ અમે લોકો બહાર આવતા જે વસ્તુઓ પોલીસના માણસો દ્રાસ કબજે કરવામાં આવી રહી હતી તે ક્યાં ગુના હેઠળ તમે કબજે કરો છો તેમજ તમે આ કાર્યવાહી કઇ એફ.આઇ.આરના આધારે કરો છો તેવી માહિતી પુછતાં અમને લોકોને બેફામ ગંદી- બિભત્સ ગાળો આપી અને પોલીસ સ્ટેશને લઇ જઇ 26 કલાક સુધી વગર એફ.આઇ.આરએ ગોંધી રાખેલ હતા.

પીડીતે આક્ષેપો કરતા કહ્યું હતું કે, એમ. કે. ગુર્જરે આવીને ખોટા કેસમાં ફસાવી દેવાની જેમ કે ડ્રગ્સ ના કેસમાં, મર્ડરના કેસમાં, તેમજ તુ માથાભારે છો એવું 30-40 લોકો પાસેથી લખાવી તને તડીપાર કરાવી દઈશ તેમજ ચુંટણી આવે છે એમાં મારું કોઇ કઇ ઉખાડી શકશે નહિ, મારામાં આટલો પાવર છે.

ત્યારે હવે પીડિતની ફરિયાદને આધારે પોલીસ તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *