સુરત ક્રાઈમ બ્રાંચે ઓડીસામાં મોટું ઓપરેશન હાથ ધરી ગાંજાના ‘ગ્રાન્ડમાસ્ટર’ ને ઝડપી પાડ્યો

સુરત (Surat)માં હાલ સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch)ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. માહિતી મળી આવી છે કે, છેલ્લા 2 વર્ષમાં શહેરમાં 3.52 કરોડનો ગાંજો મોકલનારા ડ્રગ્સ માફિયા(Drugs Mafia) દિલીપ ગૌડા (Dilip Gowda)ની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. દિલીપ ગૌડાની ઓડિશા (Odisha)થી ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, આરોપી પોતાના સંબંધીના 12માની વિધિમાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ ઓડિશાથી કરવામાં આવી છે.

આરોપી છેલ્લા 2 વર્ષમાં 3 હજાર 500 કિલો ગાંજો ગુજરાતમાં મોકલી ચૂક્યો છે:
મળતી માહિતી અનુસાર, આરોપી દિલીપ ગૌડા ઓરિસ્સાના નક્સલવાદી વિસ્તારમાં ગાંજાનું વાવેતર કરતો હતો. ત્યારબાદ ટ્રકમાં ગુપ્ત ખાના બનાવીને સમગ્ર દેશમાં ગાંજાની સપ્લાય કરતો હતો. આરોપી છેલ્લા 2 વર્ષમાં 3500 કિલો ગાંજો ગુજરાતમાં મોકલી ચૂક્યો છે.

આ પહેલા પણ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા 2020માં પુણા વિસ્તારમાંથી 564 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. તથા 2021માં પણ 1 હજાર 9 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એ સમયે પણ ગાંજાની સપ્લાયમાં ઓરિસ્સાના દિલીપ ગૌડાનું નામ સામે આવ્યું હતું. જેથી 2 વર્ષથી સમગ્ર દેશની પોલીસ દિલીપની શોધખોળ કરી રહી હતી. ત્યારે હાલ 2 વર્ષ બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે.

તમામે તમામ ગાંજાના સપ્લાયર તરીકે દિલીપ ગૌડાનું નામ સામે આવતું: ક્રાઇમ બ્રાંચ PI
આ અંગે સુરત ક્રાઇમ બ્રાંચના PI લલિત વાગડિયાએ જણાવ્યું કે, ‘આ પહેલા પણ કેટલોય ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામે તમામ ગાંજાના સપ્લાયર તરીકે દિલીપ ગૌડાનું નામ સામે આવતું હતું અને હાલ તેને પકડી પાડવામાં આવ્યો છે.’ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *