‘મમ્મી-પપ્પા મને માફ કરજો’ કહી ૨૬ વર્ષીય યુવાને ટુકાવ્યું જીવન – દીકરાના છેલ્લા શબ્દો સાંભળી રડી પડ્યા માતા-પિતા

ગુરુવારે સવારે દુર્ગની શિવનાથ નદી (Shivnath River)માંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રથમ મૃતદેહની ઓળખ રાજનાંદગાંવ (Rajnandgaon)ના રહેવાસી ઋષભ સિંઘલ (26 વર્ષ) તરીકે થઈ છે. પોલીસને રિષભ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેણે આપઘાત કર્યો છે. તે એક ક્રશર બિઝનેસમેનનો પુત્ર હતો. તે જ સમયે, પોલીસ અન્ય યુવકોની ઓળખ માટે લોકોની પૂછપરછ કરી રહી છે.

આ અંગે પોલીસે જણાવ્યું કે, ઋષભ સિંઘલ રાજનાંદગાંવના વર્ધમાન નગરનો રહેવાસી હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે તે જીમમાં જવાનું કહીને બાઇક લઈ નીકળી ગયો હતો. રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે તેણે તેના મોબાઈલ પર કોલ કર્યો ત્યારે તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. આ પછી પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે મોબાઈલ લોકેશન કાઢ્યું, ત્યારે જાણ થઈ હતી.

ગુરુવારે જ્યારે પોલીસ દુર્ગના બઘેરા પાસે શિવનાથ નદીના પુલ પર પહોંચી, ત્યારે ઋષભની ​​બાઇક અને ચપ્પલ તેમજ કપડાં મળી આવ્યા હતા. આ પછી SDRF ટીમને બોલાવવામાં આવી હતી. SDRFની ટીમે ઘણા કલાકોની શોધખોળ બાદ રિષભનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ સિવાય અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો છે. બીજી લાશ પણ 25-30 વર્ષના યુવકની હોવાનું જણાઈ રહ્યું છે.

રિષભે તેના સુસાઈડ લેટરમાં આપઘાતનું કારણ લખ્યું છે:
પોલીસને તપાસ દરમિયાન રિષભના કપડામાંથી સુસાઈડ લેટર મળી આવ્યો હતો. જેમાં તેણે તેના માતા-પિતાની માફી માગતા લખ્યું હતું કે, “મને માફ કરો. હું હવે આ રીતે જીવી નહીં શકું. હું આટલા લાંબા સમય સુધી તારો ચહેરો જોઈને જીવતો હતો, પરંતુ હવે હું જીવી શકતો નથી. તેથી જ હું આપઘાત કરવા જઈ રહ્યો છું.”

અકસ્માત બાદ રિષભ ડિપ્રેશનમાં રહેતો હતો:
જાણવા મળ્યું છે કે, ઋષભ ચાર વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે ઘણા દિવસો સુધી કોમામાં પણ રહ્યો હતો. આ પછી તે સાજો થઈ ગયો, પરંતુ તેનું શરીર પહેલા જેવું સ્વસ્થ થઈ શક્યું નહીં. તે તેના આખા શરીરને સ્વસ્થ કરવા માટે જીમમાં પણ જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *