ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ ખૂબ જરૂરી: PM મોદી

ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ તેમજ દેશની ભલાઇ માટે ગુજરાતની ભલાઇ જરૂરી છે તેવા ઉલ્લેખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાકોલોની ખાતે નર્મદા નીરના વધામણા…

ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ તેમજ દેશની ભલાઇ માટે ગુજરાતની ભલાઇ જરૂરી છે તેવા ઉલ્લેખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાકોલોની ખાતે નર્મદા નીરના વધામણા સાથે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી બાદ જે કામો અધુરા રહ્યા છે તેને પુરા કરવાના કામો હવે હિન્દુસ્તાન કરી રહ્યું છે.

નર્મદે સર્વદેના જયઘોષ સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વર્ષ-2001 સુધી નર્મદા યોજનાની મુખ્ય નહેરનું કામ માત્ર 150 કિલોમીટર સુધી જ થયું હતું તેમજ સિંચાઇ વ્યવસ્થાનું કામ પણ અધુરૂ હતું પરંતુ ક્યારેય હિંમત હારી ન હતી અને આજે સિંચાઇનું વિશાળ નેટવર્ક ઉભું થયું છે. છેલ્લા 18 વર્ષમાં બે ગણી જમીન ગુજરાતમાં સિંચાઇ  હેઠળ લાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્ષ-2001માં ટપક પધ્ધતિ, માઇક્રો ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ  હેઠળ સિંચાઇ વ્યવસ્થા માત્ર 14 હજાર હેક્ટર હતી અને તેનો લાભ માત્ર 8 હજાર ખેડૂતો લેતા હતા પરંતુ આજે 19 લાખ હેક્ટર જમીન પર માઇક્રો ઇરિગેશન પધ્ધતિથી 12 લાખ ખેડૂત પરિવારો લાભ મેળવી રહ્યા છે.

વડાપ્રધાને કેવડિયાકોલોની ખાતે જણાવ્યું હતું કે દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થઇ રહ્યું છે ગુજરાતના આ  સફળ પ્રયોગોને જનભાગીદારીથી હજી આગળ વધારવાના છે તેમજ ગુજરાતમાં જેઓ જનભાગીદારીના કામો સાથે જોડાયેલા છે તેઓ સમગ્ર દેશમાં  આ કામો ફેલાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે સરદાર સરોવરમાં છલોછલ જળ અને તેના કરતા વધુ હરખ તેમજ આનંદ ગુજરાતમાં છલકે છે, આ એવો અવસર છે જેનો લાભ ચાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતને મળે છે. તેમણે કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરીને પણ વિકાસ થઇ શકે છે તેનું જીવંત ઉદાહરણ કેવડિયામાં જોવા મળે છે. કેવડિયામાં પ્રકૃતિ અને પર્યાવરણનો અદભુત સંગમ  છે આજે જલસાગર અને જનસાગરનું મિલન થયું છે.

મોદીએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઇએ જે સ્વપ્ન જોયું હતું તે વર્ષો બાદ પુરૂ થયું છે અને તે પણ તેમની આઁખોની સામે, એક સમય હતો જ્યારે ડેમની સપાટી 122 મીટર પર પહોંચે તે બહુ મોટી સિધ્ધી ગણાતી હતી પરંતુ આજે માત્ર પાંચ વર્ષમાં જ 138 મીટર જળ સરદાર સરોવરમાં ભરાવું અદભુત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *