રિપોર્ટરથી ઓછું નથી આ ટાબરિયું- જુઓ કેવી રીતે રિપોર્ટિંગ કરીને ઉઘાડી પાડી રહ્યો છે સરકારી શાળાની ખરાબ હાલત 

વાયરલ(Viral): ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક છોકરો તેની શાળાની દુર્દશા લોકો સમક્ષ રજૂ કરવા માટે રિપોર્ટર(Reporter) બની રહ્યો છે. આ છોકરો એક શાળામાં રહેલી ક્લાસરૂમ અને શૌચાલયની ખરાબ હાલત બતાવી રહ્યો છે. જ્યારે તે એક રિપોર્ટર તરીકે સ્કૂલની પરિસ્થિતિ જણાવી રહ્યો હતો ત્યારે તેની સાથે તેનો એક મિત્ર હતો, જે તેનો આખો વિડીયો(Video) ઉતારી રહ્યો છે. છોકરાની આ શાનદાર રિપોર્ટિંગ પર લોકો બે મોઢે વખાણ કરી રહ્યા છે.

આ છોકરો વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક પત્રકાર તરીકે પોતાની શાળાની મુલાકાતે ગયો હતો. વિડિયોમાં તે અને તેના જેવા વિદ્યાર્થીઓ શાળામાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોવિડ-19 પછી શાળા ફરી ખુલી હોવા છતાં, વર્ગો ફરી શરૂ થયા નથી. વર્ગખંડો ખાલી જોઈ શકાય છે. પછી છોકરો આગળ વધે છે અને શૌચાલયની ખરાબ સ્થિતિ બતાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ખુબ જ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, શાળામાં પાણીની અછત છે. છોકરો તૂટેલા હેન્ડપંપને બતાવે છે અને પૂછે છે કે અધિકારીઓ તેના વિશે શું કરી રહ્યા છે? તે અને અન્ય વિદ્યાર્થીઓને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે વિશે પણ કહી રહ્યો છે.

આ છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યારે આ છોકરો અને વિડીયો ક્યાંનો છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. શું તમે તેમાં નવો પત્રકાર જુઓ છો? આ પોસ્ટની નીચે કોમેન્ટ બોક્ષમાં તમારો અભિપ્રાય જણાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *