તેજસ લડાકુ વિમાનમાં ઉડ્ડયન કરનારા પહેલા સંરક્ષણ મંત્રી બન્યા રાજનાથ,કહ્યું: સારો અનુભવ રહ્યો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બેંગલુરુમાં ગુરુવારે સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે. રાજનાથ તેજસના બે સીટ વાળા એરક્રાફ્ટમાં સવાર થયા છે. તેઓ વિમાનમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી છે. રાજનાથ સિંહે સવારે 10 વાગ્યે ઉડાન ભરીને અને 10.30 ફાઈટર જેટ લેન્ડ પણ થઈ ગયું. તેમને 30 મિનિટ સુધી તેજસમાં મુસાફરી કરી છે.

રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેજસ ભારતીય વાયુસેનાની 45મી સ્ક્વોડ્રન ‘ફ્લાઈંગ ડ્રૈગર્સ’નો ભાગ છે. ફાઈટર પ્લેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન અને વિકસીત કર્યું છે. 3 વર્ષ પહેલા જ તેજસને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવશે.

વાયુસેનાએ ડિસેમ્બર 2017માં HALને 83 તેજસ જેટ બનાવવાની જવાબદારી સોંપી હતી. જેનો અંદાજે ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા હતી. રક્ષા સંરક્ષણ અને વિકાસ સંસ્થાનએ આ વર્ષે 21 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થયેલા એર શોમાં તેને ફાઈનલ ઓપરેશનલ ક્લીઅરન્સ જાહેર કર્યું હતું. જેનો હેતુ એ જ છે કે તેજસ યુદ્ધ માટે પુરી રીતે તૈયાર છે.

તેજસે તાજેતરમાં જ એક મોટું પરિક્ષણ સફળતાપૂર્વક પુરુ કર્યું છે.

તેજસે ગત સપ્તાહે નૌસેનામાં સામેલ થવા માટે એક મોટું પરિક્ષણ સફળતાપૂર્વક પુરુ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના અધિકારીઓએ ગોવાના તટીય ટેસ્ટ સુવિધામાં તેજસનું અરેસ્ટ લેન્ડિગ કરાવ્યું હતું. તેજસ આ સિદ્ધી મેળવનારું દેશનું પહેલું એરક્રાફ્ટ બની ગયું છે.

શું છે અરેસ્ટેડ લેન્ડિગ?

નૌસેનામાં સામેલ કરવા માટેના વિમાનો માટે બે વસ્તુ ખુબ જ જરૂરી છે. જેમાંથી એક છે તેમનો વજન અને બીજુ અરેસ્ટેડ લેન્ડિગ. ઘણી વખત નેવીના વિમાનોને યુદ્ધ જહાજ પર લેન્ડ કરવાના હોય છે. કારણ કે જંગીજહાજ પર બનેલા રનવેની લંબાઈ નિશ્વિત હોય છે. એવામાં ફાઈટર પ્લેનને લેન્ડિગ દરમિયાન સ્પીડ ઓછી કરતા નાના રનવેમાં ઊભું રહેવું પડે છે. અહીં ફાઈટર પ્લેન્સને રોકવા માટે અરેસ્ટેડ લેન્ડિગ કામમાં આવે છે.

આ તકનીક માત્ર પાંચ દેશોના વિમાનમાં અસ્તિત્વમાં:

અગાઉ, યુ.એસ., ફ્રાંસ, રશિયા, બ્રિટન અને ચીન દ્વારા ઉત્પાદિત કેટલાક વિમાનમાં ધરપકડ લેન્ડિંગ ટેકનોલોજી હતી. તેજસની ધરપકડના સફળ ઉતરાણ સાથે નૌકાદળમાં વિમાનને શામેલ કરવાનું એક તબક્કો પૂર્ણ થયું છે. પાઇલટ્સે હવે મૂળ ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર – આઈએનએસ વિક્રમાદિત્ય પર ઉતરાણ કરીને પ્રદર્શન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *