મોદી સરકારની યોજના ના નામે IITનો વિદ્યાર્થી કરી રહ્યો હતો છેતરપિંડી, જાણો વધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચાલી રહેલી યોજના ના મેસેજ સોશ્યિલ મીડિયા પર ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન (પ્રધાનમંત્રી) ફ્રી સોલર પેનલ યોજનાના નામે લોકો પાસેથી અરજી મંગવવામાં આવી રહી છે. જ્યારે મેક ઇન ઇન્ડિયાના નામે બે કરોડ યુવાઓને ફ્રી લેપટોપ દેવાની ઓફર આપવામાં આવી રહી છે. આ બોગસ યોજનાઓમાં આવેદન માટે વેબસાઇટની લિંક પણ મોકલવામાં આવી રહી છે. લોકો સમજ્યા અને વિચાર્યા વગર મફતમાં લાભ મેળવવા માટે પોતાની ખાનગી વિગતો આપી રહ્યા છે અને પાછળથી નુકસાન ઉઠાવવાનો વારો આવે છે.

સોલાર પેનલ નો મેસેજ

આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “જલદી કરો, આ મેસેજ તમારા બધા મિત્રોને મોકલો જેનાથી યોજનાનો લાભ તમામ લોકોને મળી શકે. આ વાયરલ મેસેજની લિંક http://solor-pannel.freeregistration-now.in આપવામાં આવી છે. આ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવાની અપલી કરવામાં આવે છે.”
સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી ફ્રી સોલર યોજનાના નામે મફતમાં સોલાર પેનલ ફિટ કરવા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. અરજી કરવાની અંતિમ તારીખ 5મી જૂન, 2019 છે.

મફત લેપટોપ વિતરણ

બીજા મેસેજમાં 2 કરોડ યુવાનોને પ્રધાનમંત્રી દ્વારા મફત લેપટોપ વિતરણની ખોટી જાહેરાત હતી. “અત્યાર સુધી 30 લાખ યુવાનો સફળતાપૂર્વક અરજી કરી ચુક્યા છે. હવે તમારો વારો છે, અંતિમ તારીખ પહેલા અરજી કરો.” આ મેસેજમાં જુદી જુદી લિંક modi-laptop.wishguruji.com, www.yogiyojana.in › pradhan mantri yojana અને modi-laptop.sarkaari-yojana.in આપવામાં આવી છે. આ લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી છે.

આરોપી ઝડપાયો

તપાસ દરમિયાન વેબસાઈટ બનાવનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે. આનું કેન્દ્ર રાજસ્થાનનું નૌગાર જિલ્લાનું પુંડલોટ છે. પોલીસે બોગસ વેબસાઇટ બનાવનાર રાકેશ જાંગિડની ધરપકડ કરી છે. આરોપીએ 2019 આઈઆઈટી કાનપુરથી પોસ્ટ-ગ્રુજ્યુએશન કર્યું છે. રાકેશ પોતાના પિતરાઇ ભાઈની સાથે મળીને આવી છેતરપિંડી આચરી રહ્યો હતો. આરોપીઓના ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં જ આશરે 15 લાખ જેટલા લોકોએ રાકેશને પોતાની વિગતો આપી હતી. આરોપીએ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સના માધ્યમથી પોતાની બોગસ લિંકનુ પ્રમોશન કરતા હતા. આ લિંકને વોટ્સએપના માધ્યમથી વાયરલ કરવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *