ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી(Rain forecast) કરતા જણાવ્યું છે કે, આગામી 2 દિવસ અતિભારે વરસાદ(Heavy Rain) ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે.
આજે આ વિસ્તારમાં પડશે અતિભારે વરસાદ:
હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. જયારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઝડપી પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, અમરેલી અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ખેડૂતોને હજુ છે વરસાદની જરૂર:
ગુજરાતના ખેડૂતોને હજુ પણ વરસાદની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસથી વરસાદ સરખો વરસી રહ્યો ન હતો, ત્યારે ફરી વખત ખેડૂતો સારા વરસાદની રાહે બેઠા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાય જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.