હાર્દિક પટેલ આપશે કોંગ્રેસમાંથી રાજીનામું? વાંચો હાર્દિકના સલાહકાર દિનેશ બાંભણીયાએ લખેલો પત્ર

આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું…

આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે.

હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ત્યારે હાર્દિક પટેલ પણ કોંગ્રેસનો પંજો છોડીને કોઈ પણ સમયે ભાજપનું કમળ હાથમાં લઇ શકે છે તેવા સંકેતો પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટો બદલાતા હોવાના કારણે શંકા મજબુત બનતી જાય છે પેહલા પોતાના વોટ્સેપ ડીપીમાંથી પંજા વાળો ફોટો દુર કરી કેસરિયા ખેસ પેહરેલો ફોટો મુકતાજ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.

હાર્દિક પટેલના રાજકારણ મુદ્દે પાટીદાર આંદોલન સમયના હાર્દિકના જુના સાથી મિત્ર દિનેશ બાંભણિયા મેદાને આવ્યા છે અને તેમણે હાર્દિક પટેલને એક પત્ર લખીને રજૂઆત અને તેમના મનની લાગણી રજુ કરી છે. પત્રમાં હાર્દીક પટેલને સમાજના 14 યુવાનોની આદોલન દરમિયાન  સમાજ માટે આપેલી શહીદીની ઘટનાને યાદ અપાવી છે, અને રાજકારણમાં રહેવાના બદલે સામાજીક આગેવાન બનીને યુવાનોના પ્રશ્નો બાબતે તેમજ સામાજિક પ્રશ્નોને લઈને લડવાની સલાહ આપી છે.

દિનેશ બાંભણિયાએ નિશ્વાર્થ ભાવે હાર્દિક પટેલને લખેલા પત્રમાં હાર્દિક રાજકારણથી દુર રહે અને યુવાઓ માટે શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી, અને સત્તાપક્ષના અહમને લીધે ભોગ બનતા લોકોના અવાજ બનવા માટે અપિલ કરી છે. અને કોઇ પણ રાજકીય પક્ષમાં ન જોડાવવા સલાહ આપી છે. જણાવી દઈએ તમને કે ગતવર્ષ 2015માં 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાલ સંમેલનનું આયોજન કરાયું હતું.

જેમાં વિશાળ જન સેહલાબ જોઇને હાર્દિકે પટેલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સમાધાન માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા, પણ તેઓએ કલેકટરને મોકલતા હાર્દિકે વાત કરવાનો ઇન્કાર કરી દીધો. અને સાંજ થતાજ મામલો બિચક્યો અને પોલીસ લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી, જેના કારણે સમગ્ર રાજયમાં પાટીદાર યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા એ દરમિયાન 14 જેટલા પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.

દિનેશ બાંભણિયાએ નિશ્વાર્થ ભાવે હાર્દિક પટેલને લખેલા પત્રમાં દિનેશભાઈએ 14 યુવાનોની શહીદી પણ હાર્દિક પટેલને યાદ અપાવીને સાચી સલાહ આપી છે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું અને હવે તો આવનારો સમયજ કહશે કે હાર્દિકભાઈ ભાજપનું કમળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *