હાલ સુરત (Surat)માં મેઘ કહેર સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. અતિ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સુરતના સણિયા હેમાદ(Sania Hemad) ગામમાં પણ પાણી ભરાઈ ગયાં છે. આવી સ્થિતિમાં રાત્રિના સમયે અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ (Private Travels)ની એક બસ આ પાણીમાં ફસાઈ ગઈ હતી. આ બનાવની જાણ ગામજનોને થતાં 5 ફૂટ જેટલા પાણીમાં બસમાંથી 20 જેટલા મુસાફરોનું રેસ્ક્યૂ(Rescue) કર્યું હતું. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.
બસ પાણીમાં ફસાઈ:
મળતી માહિતી અનુસાર, સણિયા હેમાદ ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં છે. ગામમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અહીં પાણી ભરાઈ જતાં ગામજનોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં રાત્રિના સમયે અહીંથી પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને લઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ, ફસાયેલા તમામ લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
મુસાફરોનું રેસ્ક્યૂ કરાયું:
આ ઘટના અંગે ગામમાં રહેતા પૃથ્વીરાજ સિહએ જણાવ્યું હતું કે, બસમાલિક દ્વારા અમને રાત્રીના 10 વાગ્યાની આસપાસ બસ ફસાયાની જાણ કરવામાં આવી હતી, જેથી અમે ગ્રામજનો ભેગા થઈને ત્યાં પહોંચ્યા હતા. આ બનાવની જાણ અમે ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયર વિભાગની ટીમ પણ અહીં આવી હતી.
આ દરમિયાન બસમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ બસમાં 20 જેટલા મુસાફરો હતા. એ તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તમામ લોકોનું સહીસલામત રેસ્ક્યૂ કર્યું હતું. બસચાલક અને કંડકટરની બેદરકારીને લઈને લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ સદનસીબે દરેક લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.