પોલીસ કર્મચારીઓ બાદ હવે સરકારી વિદ્યા સહાયકોના સોશિયલ મીડિયામાં કેજરીવાલ છવાયા- જાણો શું છે નવી જાહેરાત

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને સતત ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ગઈકાલે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ભુજ(Bhuj)માં ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતની જનતાને શિક્ષણની ગેરંટી આપવામાં આવી હતી.

આ ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાસહાયકને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેના પ્રત્યુતરમાં અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું હતું કે, ઘણા બધા વિદ્યા સહાયકો છે અને તેમના પણ ઘણા બધા મુદ્દા છે. જેમ કે સમયસર TET નથી થતું, TAT પણ નથી થતું, સર્ટીફીકેટની સમસ્યા હોય તો ભરતી થતી નથી. મારી તમારા સૌને વિનંતી છે કે, ચૂંટણીને ફક્ત ત્રણ મહિના જ બાકી રહ્યા છે, જેટલા પણ વિદ્યા સહાયકો છે તેઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો અને ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તમારા બધા મુદ્દાઓના ઉકેલ લાવવાની ગેરંટી મારી.

અરવિંદ કેજરીવાલના આ નિવેદન માત્રથી વિદ્યા સહાયકોમાં આનંદ છવાઈ ગયો હતો. વિદ્યા સહાયકોના વોટ્સએપ સ્ટેટસમાં અરવિંદ કેજરીવાલ છવાઈ ગયા હતા. ત્યારે હવે જોવું એ રહ્યું કે, શું ભુપેન્દ્ર સરકાર આગામી સમયમાં વિદ્યા સહાયકોને લઈને કોઈ નિર્ણય લે છે કે નહીં.

જો વાત કરવામાં આવે તો આ પહેલા અમદાવાદ ખાતે અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને લઈને મોટી જાહેરાત કરી હતી. જાહેરાત કરતા કહ્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પોલીસ કર્મચારીઓને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે. ત્યારે આ એક નિવેદન માત્રથી પોલીસકર્મીઓ અને તેમના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓના વોટ્સએપ સ્ટેટસમાં અરવિંદ કેજરીવાલ છવાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *