જવાનોને સો-સો સલામ! દિલધડક રેસ્ક્યૂ કરી મધદરિયે ફસાયેલા ૧૦ લોકોના જીવ બચાવ્યા- જુઓ વિડીયો

હાલ રાજ્યમાં મેઘકહેર સર્જાયો છે. જેને પગલે દરેક જગ્યાએ પાણીના સ્તરો ઊંચા આવી ગયા છે. આવી સ્થિતિમાં વલસાડ (Valsad)થી 13 નોટિકલ માઈલ દૂર દરિયામાં નવસારી (Navsari)ની એક માછીમારી બોટ(boat) યાંત્રિક ખામીને કારણે બંધ પડી જતાં દમણ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બોટ પર સવાર 13 માછીમારમાંથી 10 માછીમારને ઉગારી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરાઈ હતી. જ્યારે બોટ પર સવાર બોટના માલિક અને બે માછીમારે હેલિકોપ્ટરમાં જવાનો ઈનકાર કરી બોટ પર જ રહ્યા હતા. તેઓ બોટ રિપેર કરવા માટે રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું:
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ક્રિષ્નાપુરની તુલસીદેવી નામની બોટ મુંબઈના દરિયામાં માછીમારી કરવા નીકળી હતી. આ બોટ વલસાડના દરિયાકાંઠેથી 13 નોટિકલ માઈલ દૂર હતી, આ દરમિયાન એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતાં બોટ બંધ પડી હતી, જેને કારણે બોટ પર સવાર 13 માછીમારના જીવ પડીકે બંધાયા હતા. જેને પગલે મદદ માટે સુરત કન્ટ્રોલ રૂમની મદદ માગવામાં આવી હતી.

ત્રણ માછીમારે હેલિકોપ્ટરમાં જવાની ના પાડી:
તેથી દમણ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બોટ પર સવાર 13 માછીમારોમાં 10 માછીમારને ઉગારી લીધા હતા, પરંતુ બોટના માલિક અને અન્ય બે માછીમારે બોટને છોડવાનો ઈનકાર કર્યો હતો. ત્રણેય માછીમારે બોટ પર જ રહેવાની તૈયારી બતાવી હતી. તેથી બાકીના 10 માછીમારનું રેસ્ક્યૂ કરી દમણ કોસ્ટગાર્ડ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માછીમારોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *