રખડતા ઢોરો બાદ હવે કુતરાઓનો આતંક, સોસાયટીમાં રમી રહેલી બાળકી પર તૂટી પડ્યો ડાઘીયો કુતરો

સુરત(Surat): શહેરમાં રખડતા ઢોરો(Stray cattle) બાદ હવે શ્વાન (dogs)નો આતંક બેફામ રીતે વધતી જણાઈ રહ્યો છે. જેમાં શહેરના ફૂલપાડા અશ્વની કુમાર(Ashwani Kumar) વિસ્તારમાં એક શ્વાને નાની બાળકીને ગાલ પર બચકું ભર્યાની ઘટના સામે આવી છે. જેને પગલે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. ઘટના બાદ શ્વાનને પકડવા માટે આદેશ આપી દેવાયા હતા.

મળતી માહિતી અનુસાર, સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારની હંસ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. ત્યારે સ્વાભાવિક છે કે, સોસાયટીમાં બાળકો રમતા હોય છે.

આ દરમિયાન નાની બાળકીને ગાલ પર કૂતરાએ બચકું ભરી લીધું હતું. જેને પગલે આ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટનાની જાણ થવાની સાથે જ ડોગ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને ત્રણથી ચાર શ્વાનોને ઝડપી પાડ્યા છે. વિસ્તારના લોકો દ્વારા અધિકારી અને તેમની ટીમનો આભાર માન્યો હતો.

સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયાઓ પણ સમયાંતરે કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયાઓ પણ સમયાંતરે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *