સુરત(Surat): હાલ હોસ્પિટલો (Hospital)માં કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. રોગચાળો ફેલાયેલો હોવાને કારણે સિવિલ(Civil Hospital)-સ્મીમેર જેવી મોટી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવાની પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં શહેરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં લખપતિ હોસ્પિટલ (Lakhpati Hospital)માં બપોરે રિસેસ બાદ પણ કર્મચારીઓ કલાકેક સુધી આરામ ફરમાવતા જણાયા હતા. આ સિવાય સાતથી આઠ રૂમમાં કામકાજના સમય દરમિયાન પણ તાળાં જોવા મળ્યા હતા.
લખપતિ હોસ્પિટલ : ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધીના વિવિધ વોર્ડમાં કર્મીઓ બેફિકર
હાલમાં જ શહેરના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેતા લખપતિ હોસ્પિટલનો ખુલાસો થયો હતો. પાલિકા મુખ્યાલયથી માંડ 500 મીટરના અંતરે આવેલી લખપતિ હોસ્પિટલમાં ગરજવાન દર્દીઓને કર્મીઓની લાલિયાવાડીને લીધે હાલાકી ભોગવવી પડી રહી છે. બપોરે 1થી 2 રિસેસ ભોગવ્યા બાદ પણ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધીના વિવિધ વોર્ડમાં કર્મીઓ 3 વાગ્યા સુધી ટેબલ પર પગ ચઢાવીને કે ટેબલ પર માથું મુકી આરામ ફરમાવતા નજરે ચઢ્યા હતાં. જેને પગલે દર્દીઓને હલકી ભોગવવાનો વારો આવ્યો હતો.
કતારગામ: હેલ્થ સેન્ટરો પર એમ્બ્યુલન્સ જરૂરી
આ સિવાય કતારગામ હેલ્થ સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં બાયો મેટ્રિક્સ હાજરી હોય સવારે 9ના ટકોરે બે મુખ્ય તબીબ સહિતનો સ્ટાફ હાજર થઈ ગયો હતો. જો કે, દર્દીઓ 1 કલાક અગાઉથી રાહ જોતા હતા. તેમની માંગ હતી કે સેન્ટરનો સમય 8 વાગ્યાનો કરાવો જોઈએ. તબીબોએ કહ્યું કે, આઈસીયુ, પૂર્ણ સમય માટે ફિઝિશિયન, એનેસ્થેશિયા સહિતનો સ્ટાફ હોવા જોઈએ. ઉપરાંત 108ને પહોંચતા 20 મિનિટ લાગે છે ત્યારે સેન્ટરો પર જ એમ્બ્યુલન્સ હોય તો દર્દીનો જીવ બચી શકે છે.
હીરાબાગ સેન્ટરમાં સ્ટાફ સમયસર જણાયો:
તેમજ વરાછા હીરાબાગ હેલ્થ સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં દર્દીઓને કોઈ હાલાકી જોવા મળી ન હતી. અહિ, 2 દર્દી સેન્ટર ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. 8ઃ45 વાગ્યે હેલ્થ સેન્ટરના અન્ય કર્મચારી પહોંચ્યા હતા અને કેસ બારી શરૂ કરી દીધી હતી. 9ઃ03 મિનિટે મેડિકલ ઓફિસર હેલ્થ સેન્ટરમાં પહોંચી ગયા હતા અને દર્દીઓને તપાસવાનું શરૂ કરી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.