આગામી ગણેશોત્સવમાં મુંબઈ સાથે સીધા સ્પર્ધામાં ઉતરશે સુરતીઓ… અહિયાં તૈયાર થઇ રહી છે ગણેશજીની સૌથી ઉંચી પ્રતિમા

જન્માષ્ટમી(Janmashtami) બાદ હવે થોડા જ દિવસોમાં ગણેશોત્સવ(Ganesha Festival) આવી રહ્યો છે. તેમાં પણ કોરોનાના 2 વર્ષ ગણેશોત્સવની ઉજવણી ન કરી હોવાને કારણે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને મુંબઈ (Mumbai)માં ગણેશોત્સવની ઉજવણી જોર શોરમાં કરવામાં આવે છે. ત્યારે આ વખતે સુરત (Surat)ના ગણેશ આયોજકો મુંબઈ સાથે સ્પર્ધા કરવા ઉતરશે. મુંબઈની તર્જ પર સુરતમાં પણ આ વર્ષના ગણેશોત્સવનો માહોલ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, મુંબઈમાં સૌથી મોટો 21 ફૂટના ગણપતિ ગીરગાંવના રાજાનો છે, ત્યારે આ વર્ષે સુરત-બેગમપુરામાં 25 ફૂટના ગણપતિની સ્થાપના કરવામાં આવશે! મૂર્તિઓના ફિનિશિંગ માટે મુંબઈથી પણ કારીગરો મંગાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઈથી બેન્ડ-વાજા, ડ્રમર્સ પણ આવશે. સુરતના ગણેશ મંડળના લોકોનું કહેવું છે કે, આ વખતે લોકોને મુંબઈ જવાની જરૂર નહીં પડે. તેમને હવે માત્ર સુરતમાં જ મુંબઈ જેવું વાતાવરણ મળશે. જેથી હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

શહેરની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાનો દાવો:
જાણવા મળ્યું છે કે, ગણેશ ઉત્સવમાં 25 ફૂટ ઉંચી મૂર્તિ બેગમપુરાના તુલસી ફળિયામાં આવશે. આ અંગે મંડળના મેહુલ પટેલે જણાવ્યું કે સમગ્ર પંડાલની ઉંચાઈ 30 ફૂટ છે. સુરતમાં અત્યાર સુધીની આ સૌથી મોટી પ્રતિમા હશે. આ પંડાલમાં એક સાથે 300 થી 400 લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી ગણેશ મૂર્તિ સુરતની સૌથી મોટી ગણેશ મૂર્તિ છે. તેથી કહી શકાઈ કે, સુરતના ગણેશ આયોજકો મુંબઈ સાથે સ્પર્ધા કરવા ઉતરશે.

શિલ્પકૃતિ આયાત કરાશે:
આ ઉપરાંત શહેરના બેથી ત્રણ ગણેશ મંડળો પણ મુંબઈથી મૂર્તિઓ લાવ્યા છે. આ મૂર્તિઓનું ફિનિશિંગ સુરતમાં કરવામાં આવશે, આ સિવાય બંગાળના નિયમિત કારીગરો આ વખતે ત્યાં નથી જેના કારણે સુરતના કારીગરો આ મોટી મૂર્તિઓ બનાવી રહ્યા છે. તેમજ ગણેશ સ્થાપન પહેલા અને વિસર્જનના દિવસે બેન્ડ-વાજા વગાડનારા પણ મુંબઈથી આવશે. આયોજકોનું કહેવું છે કે કોરોના બાદ આ વખતે ભક્તોએ ખુલ્લેઆમ મોટાપાયે ગણેશજીની સ્થાપનાનું આયોજન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *