આમ જીતશે વિધાનસભા? દારૂબંધીની પોસ્ટો મુકતા વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ જ નશાની હાલતમાં ઝડપાયા

ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ લોકો દારૂની હેરાફેરી કરતા તેમજ દારુ પીધેલી હાલતમાં પકડતા હોય છે. ત્યારે હાલ તો વડોદરા(Vadodara) જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ (Congress president)ને દારૂના નશામાં ચકચૂર થયેલી હાલતમાં કરજણ પોલીસે ઝડપી પાડ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 ભરથાના ટોલ પ્લાઝા પાસેથી પોલીસે યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને ઝડપી પાડ્યો હતો. આ એ જ પ્રમુખ છે જે દારૂ માટે પોલીસ પર આરોપ લગાવતા હતા.

ભૌમિકે અચાનક કાર સુરત તરફ યુ-ટર્ન મારતા પોલીસને શંકા ગઇ:
મળતી માહિતી અનુસાર, ભૌમિક પટેલે કાર અચાનક પરત સુરત તરફ યુ-ટર્ન મારતા પોલીસને શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન પોલીસે દારૂના નશામાં ચકચૂર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખને ઝડપી પાડ્યો હતો. કરજણ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો.

ભૌમિક પટેલે ફેસબુક પર કરજણ પોલીસ સામે કર્યા છે આક્ષેપ:
ભૌમિક પટેલ દ્વારા પોલીસ અને MLA વિરુદ્ધ ખુલ્લેઆમ દારૂ વેચાણના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેણે ફેસબુક પર કરજણ પોલીસ સામે દારૂ માટે આક્ષેપ કર્યા છે. ભૌમિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કરજણ પોલીસ અને MLA વિરૂદ્ધ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, ‘કરજણના દેશી દારૂવાડા પાસે પોલીસ ભરણ લે છે. કરજણમાં દેશી દારૂનો ધંધો કરજણ પોલીસ સ્ટેશનના માધ્યમથી થાય છે.’ ત્યારે હાલમાં કરજણ પોલીસે આ મામલે પ્રોહીબિશન કલમ – ૬૬ (૧) બી. મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *