હાલમાં જ વકીલ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) પર TRB જવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તેમજ આ ઘટનાને લઈને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. તેથી ગઈકાલે એટલે કે 23 ઓગસ્ટના રોજ એક ઝાટકે 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવામાં આવી છે. PI એમ.કે.ગુર્જર (PI M.K.Gurjar)ને કંટ્રોલરૂમમાં મુકાયા છે.
સુરતમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વકીલોએ કાઢી રેલી:
એમ.કે.ગુર્જર સિવાય અન્ય 3 PIની પણ આતંરિક બદલી કરી દેવામાં આવી છે. જેમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા અને સરથાણા PI તરીકે વી.એલ.પટેલને ફરજ સોંપવાંમાં આવી છે. ત્યારે આજે સુરતમાં વકીલો દ્વારા કોર્ટ સંકુલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. જેમાં વકીલોએ બેનર અને પ્લેકાર્ડ સાથે રેલી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજઆરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી.
રાજકોટ-મહેસાણામાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન:
આ હુમલાને લઈને રાજકોટ બાર એશોસીએશનને પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ માંગ ઉઠાવી હતી. તેમજ આરોપીઓ તરફે કોઈ પણ વકીલે નહી રોકાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. જેને પગલે આજે એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી વકીલો અલીપ્ત રહ્યા હતા. આ સિવાય રાજકોટ સિવીલ કોર્ટના મુખ્ય ગેટ પાસે ધરણા અને સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે વકીલો એ કોર્ટ કામનો બહિષ્કાર કર્યો હતો. જેથી કામગીરી ખોરવાઈ હતી.
આ ઉપરાંત રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો કર્યા હતા. તેમજ સાજન ભરવાડ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આ તકે તેમણે વકીલ પ્રોટેક્શન બિલની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે વકીલ પ્રોટેક્શન બિલનો મુદ્દો છેલ્લા કેટલાય સમયથી એરણે ચડ્યો છે ત્યારે તાત્કાલિક તેમનો ઉકેલ આવે અને વકીલો જે પણ પ્રોટેક્શન મળે તેવી માંગ રાજકોટ બાર એસો.એ કરી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.