આ શહેરમાં રહસ્યમય બીમારીથી ત્રણ બાળકોના મોત, અનેક હોસ્પિટલમાં દાખલ- જાણો શું છે લક્ષણો

રહસ્યમય રોગને કારણે 3 બાળકોના મોત બાદ જિલ્લા વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ બીમારી (illness)થી પીડિત 2 થી 3 બાળકો હજુ પણ કાનપુર (Kanpur)માં સારવાર હેઠળ છે, તેઓ પણ જીવનની લડાઈ લડી રહ્યા છે. હંગામા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગામમાં સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. આ દરમિયાન આજે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મૃતક બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી.

ડીએમએ આખા ગામમાં સફાઈ કામદારો લગાવીને ગંદકી દૂર કરાવી છે અને દવાનો છંટકાવ કરવાની સૂચના આપી છે. આ સાથે અધિકારીઓએ ગામના દરેક ઘરે જઈને બાળકો અને પરિવારની સ્થિતિ જાણી. અધિકારીઓએ મેડિકલ ટીમોને આ ગંભીર બીમારી માટે સેમ્પલ લેવા અને દવાઓનું વિતરણ કરવા સૂચના આપી છે. ડીએમએ જણાવ્યું કે, ગામમાં મેડિકલ હેલ્પ માટે હજુ 4 ટીમો તૈનાત છે.

તે જ સમયે, ગામના લોકોએ રહસ્યમય રોગ વિશે જણાવ્યું કે, અચાનક બાળકોને તાવ અને શરદીની સમસ્યા થવા લાગી. અમે હોસ્પિટલમાં દાખલ થયા, જ્યાંથી અમને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. જ્યારે અહીં તેમની તબિયત સારી ન હતી, ત્યારે ડૉક્ટરોએ તેમને કાનપુર રેફર કરી દીધા હતા. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાંદા (Banda)માં રહસ્યમય રોગ ફેલાતા લોકોમાં હડકંપ મચ્યો હતો.

ડીએમ અનુરાગ પટેલે જણાવ્યું કે હવામાનને જોતા આ બીમારી અચાનક ફેલાઈ છે. તે જ સમયે, તબીબી નિષ્ણાતોએ ડિપ્થેરિયાની સંભાવના વ્યક્ત કરી છે. આ રોગે બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે. સેમ્પલ એકત્ર કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, તપાસમાં જાણી શકાશે કે તે કયો રોગ છે અને કેટલો જીવલેણ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગામમાં મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે, સફાઈ કરવામાં આવી રહી છે. સેમ્પલને તપાસ માટે લખનઉ મોકલવામાં આવ્યા છે, ગામની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *