વાંચો પાટીદાર શહીદ દિવસે પાટીદાર યુવાને કમળછાપ બનેલા હાર્દિક પટેલને સંબોધીને ખુલ્લા પત્રમાં શું લખ્યું?

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થયા છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા આ આંદોલનને કારણે પહેલા 9 અને બાદમાં કુલ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજનો દિવસ એટલે કે, 26 ઓગસ્ટ સમગ્ર પાટીદાર સમાજ(Patidar samaj) માટે કાળો દિવસ કહી શકાય. હિંસા ફાટી નીકળવાને કારણે 14 પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આજનો દિવસ પાટીદાર સમાજ માટે “પાટીદાર શહીદ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

પાટીદાર અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારો વ્યક્તિ હાર્દિક પટેલ(Hardik Patel) પણ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયો છે. એક એવો નેતા બની ગયો છે કે, જેની બોલી પર હવે કોઈ વિશ્વાસ કરવા તૈયાર જ થતું નથી.

આપણે સૌ જાણીએ છીએ કે, ક્રમશ: રીતે હાર્દિક પટેલ એક સામાન્ય યુવાનમાંથી અનામત આંદોલનના નેતા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને હવે ભાજપના નેતા બની ગયા છે, પરંતુ એ પાટીદાર અનામત આંદોલનમાં પોતાના જીવ ગુમાવનારા યુવાનોના પરિવારજનોની જિંદગી જ થંભી થઈ ગઈ છે અને એ પરિવારો તો હજુ પણ ત્યાંના ત્યાં જ છે. પોતાના લાડકવાયા દીકરાને ખોનારા પરિવારજનોની મનોદશા શબ્દોમાં પણ વર્ણવી શકાય તેમ નથી.

અનામત આંદોલનના નામે રાજકારણ રમીને 14 યુવાનની હત્યા કરવાના આક્ષેપો સાથે ભાજપમાં જોડાતી વખતે હાર્દિક પટેલે આપેલાં વચન અને વાયદા પર તે આજે પણ ખરો ઊતરી શક્યો નથી. ભાજપમાં જોડાવાના બે મહિના બાદ પણ મૃતક પરિવારો માટે કોઈ કામ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યા નથી. જાણે કે મૃતક પરિવારોને ભૂલી જ ના ગયો હોય.

જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલની રાજકીય મહત્વકાંક્ષાએ ગુજરાતને છેલ્લાં સાત વર્ષમાં જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું તો કોઈ કુદરતી આફતે પણ નથી પહોંચાડયું. હાર્દિક પટેલે અનામત આંદોલનને જે હિંસક વળાંક આપ્યો તેમાં પાટીદાર સમાજના 14 યુવાન મૃત્યુ પામ્યા, 200થી વધારે લોકોને ઈજા થઈ, રાજ્યની કરોડોની માલમિલકતોને નુકસાન થયું અને 500થી વધુ લોકો કોર્ટ કેસોમાં ફસાઈ ગયા અને હજુ પણ કોર્ટના ધક્કો ખાઈ રહ્યા છે. પાટીદાર સમાજને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી.

પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે એક વ્યક્તિ કેટલી હદે સમાજદ્રોહ, રાજ્યદ્રોહ, અને લાખો યુવાનોનો દ્રોહ કરી શકે એનું સૌથી મોટું અને જીવતું જાગતું ઉદાહરણ હાર્દિક પટેલ છે. પોતે પાટીદાર સમાજ માટે લડી રહ્યો છે, પોતાની કોઈ રાજકીય મહત્વકાંક્ષા નથી, પોતે રાજકારણમાં નહીં જોડાય જેવા વગેરે વગેરે જૂઠાણાં હાર્દિક પટેલ સતત પાટીદાર સમાજને કહેતો રહ્યો અને બીજી બાજુ, રાજકીય પક્ષોના ભલા માટેના કામ કરતો રહ્યો.

ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ માટે એલફેલ બોલતો રહ્યો, ગાળો ભાંડતો રહ્યો અને જેવી તક મળી તો તરત જ કોંગ્રેસમાં જોડાઈ ગયો, પરંતુ જોઈતું મૂલ્ય ના મળ્યું એટલા માટે હવે કોંગ્રેસને ભરપૂર ભડાસો ભાંડીને હવે જે લોકોને એલફેલ શબ્દો ભાંડતો હતો તે પાર્ટીમાં જોડાઈ ગયો.

ત્યારે આ સમય દરમિયાન એક સવાલ ભાજપ માટે પણ છે કે, હાર્દિકનો પોતાના પક્ષમાં સમાવેશ કરવો એ કોઈ સામાન્ય વિપક્ષી નેતાને તોડી લાવવા બરાબર નથી, એ તમારી જ સરકાર દ્વારા કરવામાં આવેલ રાજ્યદ્રોહના કેસનો આરોપી છે.

હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવો એટલે ભાજપમાં એક વ્યક્તિના સ્વાર્થ માટે એક સમાજનો દ્રોહ કરવાની માનસિકતાને પ્રવેશ આપવા બરાબર કહી શકાય, અંગત મહત્વકાંક્ષા ખાતર એક સ્વાર્થીને પક્ષમાં ઘુસાડવા બરાબર છે. શું ભાજપ આ માટે તૈયાર છે? કાલે કોઈ દેશદ્રોહી પોતાની પાસે મુઠ્ઠીભર મત હોવાનો દાવો કરશે તો શું તે વ્યક્તિને પણ ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવશે?

હાર્દિક પટેલ હજુ યુવાન છે, તેને એટલું તો યાદ રાખવું જોઈએ કે સત્તા માટે કોઈ શોર્ટકટ રસ્તો હોતો નથી, લોકસેવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલા નેતા જ લાંબુ ટકી શકે છે. કાચીડાની જેમ રંગ બદલવો એ લાયકાત નથી, પરંતુ લોકોની નજરમાં એ ગુનો કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *