આવા ભયંકર મંદીના માહોલમાં જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં ભારે ભરખમ વધારો થયો છે. જેમ્સ અને જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં જ્વેલરીની એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો થયો છે. જેના કારણે સુરત અને અમદાવાદ પોર્ટમાં જ્વેલરી એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.
સમગ્ર દેશભરમાં મંદીનો માહોલને કારણે ઉદ્યોગો પર તેની ખાસ્સી અસર જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ચાઇનામાંથી જેમ્સ અને જ્વેલરી એક્સપોર્ટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
જેના કારણે હવે અમેરિકન વ્યાપારી ગુજરાત રીઝન પાસેથી જેમ્સ એન્ડ જ્વેલરીમાં વધુ રુચી દર્શાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ચીન ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટીના કારણે તેની કરન્સીમાં ગિરાવટ જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનામાં આ કારણોસર ગુજરાતમાંથી સોના અને હીરાના જ્વેલરીના એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો નોંધાયો છે.
હાલ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ઓવરટાઈમ કરી રહ્યા છે. તો ક્રિસમસના પર્વના કારણે અમેરિકાને જે પણ ડિઝાઇન અને આકારમાં જ્વેલરી અને ડાયમંડ જોઈતા હતા, તેઓની ડિમાન્ડ દેશના વ્યાપારીઓ પુરી કરી રહ્યા છે. જેને કારણે ભારતીય વ્યાપારીઓ ને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. જે હાલના મંદીના સમયમાં સંજીવની સમાન સાબિત થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.