વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) કોંગ્રેસમાંથી રાજીનામું(Ghulam Nabi Azad resigns from Congress) આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ને પાંચ પાનાનો રાજીનામું પત્ર મોકલ્યું છે. સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, “ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભાવુક હૃદય સાથે, મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress) સાથેના મારા અડધી સદી જૂના સંબંધોને તોડવાનો નિર્ણય કર્યો છે.”
રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું- દુર્ભાગ્યે જ્યારે રાહુલ ગાંધીએ પાર્ટીમાં પ્રવેશ કર્યો અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારે તેમણે પાર્ટીની સલાહકાર પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી. આઝાદ અહીં જ ન અટક્યા, વધુમાં કહ્યું – રાહુલની એન્ટ્રી પછી, તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા અને બિનઅનુભવી સનકી લોકોનું એક નવું જૂથ ઉભરી આવ્યું અને પાર્ટી ચલાવવાનું શરૂ કર્યું.
આઝાદ ઘણા સમયથી નારાજ હતા:
ગુલામ નબી આઝાદ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. જી-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપા દ્વારા તેમને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા છે.
ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. પ્રમુખની ચૂંટણીની વાત હોય કે પછી અમુક મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડની વાત હોય. ગુલામ નબી આઝાદ પણ તે G23નો એક ભાગ છે જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારોની હિમાયત કરે છે.
અધ્યક્ષની ચૂંટણી મુલતવી રાખ્યા બાદ લેવાયો નિર્ણય:
ગુલામ નબી આઝાદે એવા સમયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું જ્યારે કોંગ્રેસે તાજેતરમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી થોડા સમય માટે મોકૂફ રાખી હતી. આઝાદ પહેલા કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જયવીર શેરગિલ, જિતિન પ્રસાદ, સુનીલ જાખડ, કેપ્ટન અમરિંદર સિંહ જેવા નેતાઓ પણ પાર્ટી છોડી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.