ઝારખંડ(Jharkhand)ના દુમકા(Dumka)ની દીકરી અંકિતા આખરે જીવનની લડાઈ હારી ગઈ. શાહરૂખ નામના શખ્સે 12મા ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષની છોકરીને બારીમાંથી પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી હતી, ત્યારબાદ અંકિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત બાદ તરત જ પોલીસે મૃતકનું નિવેદન લીધા બાદ આરોપી શાહરૂખને કસ્ટડીમાં લીધો હતો, પરંતુ પોલીસકર્મીઓ પણ આ હરકત જોઈને દંગ રહી ગયા હતા.
હકીકતમાં શાહરૂખ કસ્ટડીમાં લીધા બાદ હસતો હતો અને તેનો હસતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હત્યારા શાહરૂખના ચહેરા પર કોઈ અફસોસ નથી. 17 વર્ષની અંકિતાએ મૃત્યુ પહેલા વિડીયોમાં એ પણ રેકોર્ડ કર્યું છે કે કેવી રીતે આરોપી શાહરૂખે જેલની સજા ભોગવ્યા બાદ પણ અંકિતા અને તેના પરિવારને ફરીથી મારી નાખવાની ધમકી આપી હતી.
તમને જણાવી દઈએ કે અંકિતાની માતાનું મૃત્યુ માત્ર દોઢ વર્ષ પહેલા જ કેન્સરને કારણે થયું હતું, ત્યારબાદ અંકિતાની મોટી બહેન ઈશિકા તેના માટે માતા સમાન હતી.
અંકિતા તેની નાની-મોટી દરેક વાત તેની મોટી બહેન ઈશિકા સાથે શેર કરતી હતી. આ વાતનો સાક્ષી છે તેણે પોતે શેર કરેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ, જ્યાં બંને બહેનોની કેમેસ્ટ્રીનો એક વિડીયો જોવા મળ્યો છે. અંકિતાના મોતને કારણે સાંપ્રદાયિક તણાવ પણ શરૂ થયો છે, ત્યારબાદ દુમકામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઘટના બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ દુમકા બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનકારીઓએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે. દુમકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન નોંધ્યું હતું, જેને હવે તેના મૃત્યુ પહેલા પીડિતાના છેલ્લા નિવેદન તરીકે લેવામાં આવ્યું છે. વીડિયો સ્ટેટમેન્ટમાં મૃતક અંકિતાએ સ્પષ્ટપણે આરોપી શાહરૂખને કડક સજાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.