સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya) ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મનોજ સોરઠીયા ઉપર હુમલો થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટી દ્વારા સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હવે આ વખતે પણ ગણેશ ચતુર્થી ને લઈને મંડપનું આયોજન થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા ડંડાઓ અને લોખંડની પાઇપ વડે હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.
આમ આદમી પાર્ટી પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાણો શું કહ્યું?
ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવતા કહ્યું છે કે, ભાજપના ગુંડાઓ દ્વારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ગણેશ ઉત્સવ ની તૈયારી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ત્યાં આગળ અમુક ભાજપના લુખ્ખાઓ આવીને કોઈ પણ કારણ વગર જ હુમલો કરવાનું શરૂ કરી દે છે. દરમિયાન અમારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને માથાના ભાગે પાઇપ નો ફટકો મારતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓના હાથમાં પોલીસ હોવાને કારણે તેઓને કોઈ પણ કાયદાનો ડર જ રહ્યો નથી. વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ ચૂક્યા છે.
મોડી રાત્રે અલ્પેશ કથીરિયા પહોંચ્યા હોસ્પિટલ:
ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા મનોજ સોરઠિયાના હાલ ચાલ પૂછવા માટે મોડી રાત્રે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને જલ્દી જ સ્વસ્થ થઇ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.
इस तरह विपक्ष के लोगों पर हमला करना सही नहीं है। चुनाव में हार जीत होती रहती है लेकिन विपक्ष को हिंसा से कुचलना, ये गुजरात की संस्कृति के ख़िलाफ़ है और जनता इसे पसंद नहीं करती
मैं गुजरात के CM से अपील करता हूँ कि दोषियों को सख़्त सजा दिलायें और सबकी रक्षा करें। https://t.co/JvEbAb36lf
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 30, 2022
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વીટ:
આ સમગ્ર ઘટના અંગે આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજિવાલે ટ્વિટ કરીને જણાવતા કહ્યું છે કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો તે યોગ્ય નથી. ચૂંટણીઓમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને આ જનતાને પસંદ નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે, ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.