અમદાવાદ પોલીસના બે તોડબાજ પોલીસકર્મીઓ એક જાગૃત નાગરિકની હિમ્મતથી જેલમાં ગયા- જાણો કેવી રીતે

આજ કાલ છેડતી, લુંટ, ખૂન, અપહરણ, બળાત્કારના ગુનાઓ વધતા જાય છે, અને આરોપીઓને જાણે પોલીસનો સહેજેય ડર ના હોય તેવી રીતે સરજાહેરમાં ગુનાને અંજામ આપે…

આજ કાલ છેડતી, લુંટ, ખૂન, અપહરણ, બળાત્કારના ગુનાઓ વધતા જાય છે, અને આરોપીઓને જાણે પોલીસનો સહેજેય ડર ના હોય તેવી રીતે સરજાહેરમાં ગુનાને અંજામ આપે છે. રસ્તે રખડતા રોમિયો ટપોરીઓ યુવતીઓ ને છેડવાની ઘટનાઓ પણ રોજે બને છે છતાં પણ સરકાર હજુ મહિલા સુરક્ષા બાબતે કોઈ ઠોસ પગલા લેતું નથી.

અમદાવાદ શહેરના રામોલ બાદ નરોડા વિસ્તારમાં પણ અપહરણની ઘટના સામે આવી છે અને જેમાં આરોપી કોઈ ગુનેગાર નથી પરંતુ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને ટ્રાફિક બ્રિગેડના જવાન છે. તમને જાણીને છે આવી ઘટના કઇ રીતે ઘટી.

રાજસ્થાનમાં એક આઇટી કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો કર્મચારી એસપી રિંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવાની ધમકી આપીને આઇટીના યુવક પાસેથી રોકડા રૂપિયા 30000 નો તોડ કરનાર બંને કર્મચારીઓની અમદાવાદની નરોડા પોલીસે ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે તમને કે અમદાવાદની નરોડા પોલીસની કસ્ટડીમાં રોહિત સોલંકી અને વિજય તળપદા નામના બે આરોપીઓને રાખવામાં આવેલા છે. જેમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં એલડી જવાન તરીકે ફરજ બજાવે છે. જ્યારે વિજય તળપદા ટીઆરબી જવાન તરીકે સેવા આપે છે.પોલીસે પૈસા પડાવવાના ગુનામાં બંને આરોપીની ધરપકડ કરી છે.

રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નિમેષ બોલ્યા નામનો વ્યક્તિ આઇટી કંપનીમાં નોકરી કરે છે, અને તેની કંપનીના કામથી સાણંદ આવ્યા હતા. અને સાણંદથી પરત જયપુર જઈ રહ્યા હતા. ત્યારે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિકના જવાન તેમની ગાડી અટકાવીને ગાડીને ચેક કરી હતી અને તપાસ કરી હતી

ત્યારબાદ બંને પોલીસ જવાનોએ ચાલકને દારૂ પીને ગાડી કેમ ચલાવો છો તેમ કહીને ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ થશે તેમ કહીને મારપીટ કરી હતી. આ ઉપરાંત ફરિયાદીને ડરાવી-ધમકાવી, અપહરણ કરીને લઈ જઈને, એટીએમમાંથી રોકડા રૃપિયા ૩૦ હજારથી વધુની રોકડ રકમ કઢાવી લીધી હતી. તેમજ પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રિંગરોડ પર છોડી દીધા હતા.

ત્યારબાદ આઈટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇમેલ કર્યો હતો. જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતાં આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પગલાં ભરીને શહેરની જિ ડીવિઝનને આ સમગ્ર મામલે કડક તપાસ કરવા માટે આદેશ આપી દીધા હતા. અને તપાસ દરમિયાન યુવકનું  અપહરણ કરી લઈ જઈ પૈસા પડાવનાર એક શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું.

બીજો આરોપી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હતો. બંને આરોપીએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે પોલીસચોકી પાસેથી ફરિયાદીને રોકીને સમગ્ર ઘટના આદરી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરી લીધી છે. હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.આ ઉપરાંત આ પ્રકારના ગુનાઓ તેમણે ભૂતકાળમાં વારંવાર આદરી ચૂક્યા છે કે કેમ? તે અંગે પણ તપાસ થશે અને વધારે ઘટસ્ફોટ બહાર આવશે.

કોર્ટમાં રજુ કરીને પોલીસે બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવીને અગાઉ કેટલાક વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે? કે કેમ તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની તેમની સાથે આ પ્રકારના ગુનામાં સંડોવણી છે? કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *