ભારતીય મૂળના એક ડોક્ટરે ભારતના PM નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી(YS Jagan Mohan Reddy) અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) વિરુદ્ધ યુએસમાં કેસ દાખલ કર્યો છે. આ મામલો ભ્રષ્ટાચાર(Corruption) અને પેગાસસ(Pegasus) જાસૂસી સહિત અનેક મુદ્દાઓ પર નોંધાયેલ છે. કોલંબિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસમાં ત્રણેય નેતાઓ સહિત અન્ય ઘણા લોકોને સમન્સ પણ જારી કર્યા છે.
PM મોદી પર પુરાવા વગર કેસ દાખલ:
રેડ્ડી અને અદાણી વિરૂદ્ધ કેસ રિચમંડ સ્થિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ લોકેશ વયુરુ દ્વારા નોંધવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કોઈપણ દસ્તાવેજી પુરાવા વિના આંધ્રપ્રદેશથી આવેલા એક ભારતીય-અમેરિકન ડોક્ટરે આ કેસ કર્યો છે. તે જ સમયે, ન્યૂયોર્કના એટર્ની રવિ બત્રાએ તેને ‘વ્યર્થ કેસ’ ગણાવ્યો હતો. આ કેસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અધ્યક્ષ પ્રોફેસર ક્લાઉસ એમ. શ્વેબનું નામ પણ છે.
ફરિયાદમાં કરવામાં આવ્યા આ આક્ષેપો:
ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે, PM નરેન્દ્ર મોદી, રેડ્ડી અને અદાણી સહિત અન્ય લોકો યુએસમાં મોટા પાયે રોકડ ટ્રાન્સફર કરી રહ્યા છે અને રાજકીય વિરોધીઓ સામે પેગાસસ સ્પાયવેરના ઉપયોગ સહિત ભ્રષ્ટાચારમાં સામેલ છે. આ કેસ 24 મેના રોજ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા 22 જુલાઈના રોજ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. ભારતમાં આ સમન 4 ઓગસ્ટે મોકલવામાં આવ્યું હતું. તે જ સમયે, તે 2 ઓગસ્ટના રોજ ક્લાઉસ એમ શ્વેબ પહોંચ્યું.
ન્યૂઝ એજન્સી અનુસાર રવિ બત્રાએ આ વિશે કહ્યું કે લોકેશ વયુરુએ સમય વેડફ્યો છે. તેઓ 53 પાનાની ફરિયાદ દ્વારા અમારી ફેડરલ કોર્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. તેણે અમેરિકન સહયોગી ભારતને બદનામ કરવા અને અપમાનિત કરવા ફોરેન સોવરિન ઈમ્યુનિટી એક્ટ વિરુદ્ધ આ કેસ કર્યો છે. તેમણે કહ્યું, આ એક અર્થહીન મામલો છે, તેથી કોઈ વકીલ આ અંગે તેમનો પક્ષ લેવા તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.